Back

ધાનેરા મા આજે એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ અને 181 મહિલા અભયમ કાર્યક્રમ યોજાયો હતો

  રીપોર્ટર .(કાળાભાઈ ચૌધરી)

 

એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ અને 181 મહિલા અભયમ કાર્યક્રમ

 

મહિલા પ્રત્યે થતા અત્યાચાર અટકે અને  સ્કૂલમાં અભ્યાસ કરતી બહેનો નિર્ભય બને એ વિષય સાથે આજે સંકલ્પ સ્કૂલ અને ડી બી પારેખ સ્કૂલ ધાનેરામાં કાર્યક્રમ યોજાયો.

જેમાં ડાહ્યાભાઈ આહીર(PSI), 181 મહિલા અભયમ ટીમના કાઉન્સેલર જિનલબેન, કોન્સ્ટેબલ વર્ષાબેન, ગોવિંદભાઇ ચૌધરી, ચંદ્રિકાબેન ખંડેલવાલ, દિલીપભાઈ દરજી, મુકેશભાઈ પટેલ, સેનસિંહ સોલંકી હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પારસભાઈ સોની એ શાળાની બાળકોને મહિલા સુરક્ષા અને સશક્તિકરણ, ગુડ ટચ અને બેડ ટચ, 181 મહિલા અભયમ અને અભયમ એપ્લિકેશન વિશે માહિતી આપી હતી.