ધાનેરા તાલુકામાં આજે ચૌધરી સમાજ દ્વારા સ્નેહમિલન યોજવા માં આવ્યું હતું
રીપોર્ટર (કાળાભાઈ ચૌધરી)
ધાનેરા તાલુકાના આજણા આર્ટસ કોલેજમાં આજે ચૌધરી સમાજનો સ્નેહમિલન યોજાયું હતું ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ દ્વારા સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ધાનેરાના ધારાસભ્યશ્રી નથાભાઇ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી જોઇતાભાઇ પટેલ ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રીહરજીવનભાઈ ચૌધરી અને ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખશ્રી રાયમલભાઈ ચૌધરી ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેન શ્રી ભુરાભાઈ ચૌધરી અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા
મોટી સંખ્યામાં સમાજ ના યુવાન મિત્રોએ સ્નેહમિલન માં ભાગ લીધો હતો સમાજમાં વ્યસનમુક્તિ અને દીકરીઓને ભણાવવા માટે ની પણ સમાજના આગેવાનો દ્વારા ભારપૂર્વક જાગૃતતા લાવવાની કહેવામાં આવ્યું હતું જેવા અનેક પ્રકારના કુરિવાજો દૂર કરવા માટે સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું આ સ્નેહમિલન માં ચૌધરી સમાજના દરેક ધંધાર્થીઓ માટે મીની સ્ટોર નું આયોજન કરવામાં આવ્યું હતું
ધાનેરા તાલુકામાં ચૌધરી સમાજના વર્ષ 2019માં સરકારી નોકરીમાં ભરતી થયેલી યુવાન ભાઈઓ અને બહેનોને ઇનામ અને ટોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ચૌધરી સમાજ દ્વારા દર વર્ષે સ્નેહમિલન યોજવામાં આવે છે જેમાં અનેક પ્રકારના કાર્યક્રમો પણ રાખવામાં આવતા હોય છે








