Back

ધાખા ગામ માં આજે શ્રી બજરંગ બલી યુવક પ્રગતિ મંડળ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

 રિપોર્ટર (કાળાભાઈ ચૌધરી)

 ધાનેરા તાલુકાના ધાખા ગામે શ્રી બજરંગબલી યુવક  પ્રગતિ મંડળ દ્વારા આજે  જન્માષ્ટમીના પાવન અવસર ઉપર મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

   ધાખા ગામ માં શ્રી બજરંગબલી યુવક  પ્રગતિ મંડળ સભ્યો દ્વારા ગામમાં ચાર જગ્યા ઉપર મટકી ફોડવાનું આજે કર્યું હતું

 જેમાં ગામના યુવાનો દ્વારા સુંદર મજાનો મટકીફોડ કાર્યક્રમ રાખીને લોકોને ડીજેના તાલ ઉપર ઝૂમ ઉઠયા હતા 

જેમાં ગામ લોકો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

શ્રી બજરંગબલી યુવક  પ્રગતિ મંડળ સભ્યો છેલ્લા પ વર્ષ થી મટકી ફોડ કાર્યક્રમ નું આયોજન કરતા આવ્યા છે

 ધાખા ગામના યુવાનો અને વડીલો દ્વારા શ્રી બજરંગબલી યુવક  પ્રગતિ મંડળ સભ્યોને  પૂરે પૂરો સાથ સહકાર આપીને  કાર્યક્રમ ને વેગ આપતા હોય છે