Back

ધાનેરા તાલુકાના સાંકડ ગામે ભવ્ય લોકમેળો ભરાયો હતો લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા

 રીપોર્ટર (કાળાભાઈ ચૌધરી) (મો.9898771850)

 ધાનેરા તાલુકાના સાંકડ ગામે ભાઈ  બીજના દિવસે હવે લોકમેળો ભરાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો શ્રી નકળંગ ભગવાનના મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા


 શ્રી નકળંગ ભગવાનનું મંદિર અંદાજિત ૩૦૦ થી ૪૦૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે જ્યાં દિવાળી પછી ની ભાઈબીજના દિવસે  ભવ્ય લોકમેળો ભરાય છે જ્યાં લોકો શ્રી નકળંગ ભગવાન ની સુખડી શ્રીફળ જેવા અનેક પોતપોતાની માન્યતા પ્રમાણે અહીં નકળંગ ભગવાન પ્રસાદી રૂપે કરીને પોત પોતાની માનતાઓ પૂરી કરતા હોય છે


 જ્યાં આ લોકમેળામાં ધાનેરા તાલુકાના દરેક ગામોમાંથી લોકો મેળો જોવા માટે અને શ્રી નકળંગ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે જે લોકો શ્રી નકળંગ ભગવાન પાસે પોતાના નવા વરસની શુભ ઉન્નતિ  અને પ્રગતિ સીલ બનાવે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય છે


 જ્યાં લોકો મેળામાં ખૂબ જ ખુશ અને નાના બાળકો ચગડોળ  જેવા અનેક રમત ગમતના સાધન માં બેસીને મિત્રો સાથે ખુશીથી ખૂબ જ ખુશ જોવા મળતા હોય છે

ધાનેરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..