Back

ધાનેરા તાલુકાના ધાખા ગામે શીતળા સાતમ નો લોક મેળો ભરાયો

 રિપોર્ટર ( કાળાભાઈ ચૌધરી)

                 

ધાનેરા તાલુકાના ધાખા ગામે શીતળા સાતમ નિમિત્તે ધાખા ગામ માં શીતળા માતાના મંદિરે ભવ્ય લોકમેળો ભરાયો હતો

 ધાખા ગામે શીતળા માતાનું મંદિર વર્ષો જુનુ મંદિર માનવામાં આવી રહ્યું છે જે અહીં દરેક ભક્ત પોતાની જે પણ કઈ મનોકામના   શીતળા માતા પૂર્ણ કરે છે

અહીંયા લોકો સીતળામાતાને ચાંદીની આંખો .ગોળ. મીઠું ધરીને પોતાની માનતાઓ પૂરી કરે છે

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અહીં લોકો  વર્ષમાં બે વખત શીતળાસાતમ મેળો ભરાય છે મોટી સંખ્યામાં લોકો  અહીં પહોંચીને માતાજીના દર્શનનો લાભ લે છે

 શિતળા માતાના મંદિરમાં જે પણ નાના બાળકો ને આંખો દુખતી હોય અને ઓરી નીકળતા હોય પણ અહીં માનતા રાખે તો તરત જ તે દુઃખ માતાજી દૂર કરે છે