Back

ડીસામાં ડોક્ટર સી કે પટેલ ની બેદરકારીથી મહિલાનું મોત થતા પરિવારજનોએ મચાવ્યો હંગામો

સુરસિંહ સોલંકી , કાંકરેજ 

            ડીસામાં ડોક્ટર સી કે પટેલ ની બેદરકારીથી મહિલાનું મોત થતા પરિવારજનોએ મચાવ્યો હંગામો


           ડીસામાં પ્રસુતિ સમય પ્રેગનેટ મહિલા નું મોત થયું હોવાની ઘટના સામે આવી છે જેમાં ડોકટરની બેદરકારીના કારણે બાળક સહિત મહિલાનું મોત થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ સાથે હંગામો મચાવ્યો હતો. જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી........

ડીસામાં એક ગાયનેક હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીના કારણે એક પ્રેગનેટ મહિલા નું મોત થયું હોવાની ઘટના સામે આવી છે જેમાં ડીસાની જોગકૃપા સોસાયટીમાં રહેતા કિરણબેન રજનીકાંતભાઈ વૈષ્ણવ ને પૂરા માસે પ્રસૂતિની પીડા ઉપાડતા તેમના પરિવારજનો કિરણબેનને લઈને આનંદ હોસ્પિટલ ખાતે આવ્યા હતા જોકે તે સમયે પ્રસૂતા મહિલાની હાલત ખુબ જ નાજુક હોવાના કારણે તેમના પરિવારજનોએ કોઈપણ રીતે મહિલા ને બચાવવા માટે વિનંતી કરી હતી, મૃતક ના સગા ના જણાવ્યા અનુસાર તે સમયે ડોક્ટર સી કે પટેલે મહિલાને સિઝેરિયન કરવાની સલાહ આપી હતી જો કે તેમના પરિવારજનોએ કોઈપણ રીતે પ્રસૂતા મહિલાને બચાવવા જણાવ્યું હતું.તેમ છતાં ડો.સી કે પટેલે બેદરકારી દાખવી પ્રસૂતા મહિલાને પોતે ડિલિવરી કરાવવાના બદલે લેબર રૂમમાં રેશમાબેન અને ક્રિષ્નાબેન નામની નર્સો ન ભરોષે પ્રસૂતા ને છોડી જતા રહ્યા હતા અને ડોકટરે બેદરકારી દાખવી હાજર ન રહેતા અને નર્સો ન ભરોષે પ્રસૂતા મહિલાને છોડી દેતા આખરે કિરણબેન નું બાળક સાથે મોત નીપજ્યું હતું. બે સંતાનની માતા નું  હોસ્પિટલમાં મોત થાત તમને પરિવારજનો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી...


( ડોકટર મારી બહેનને નર્સો ના ભરોસે છોડી જત રહ્યા હતા જેથી મારી બહેનનું મોત થયું છે  )

બે સંતાનની માતા કિરણબેન નું ડોકટરની બેદરકારીના કારણે હોસ્પિટલમાં મોત થતાં જ તેમના પરિવારજનો માં ભારે રોષ વ્યાપી ગયો હતો અને ઉશ્કેરાયેલા તેમના પરિવારજનોએ હોસ્પિટલ માં ભારે હંગામો મચાવ્યો હતો આ બનાવના પગલે તત્કાલીન ડીસા ઉત્તર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.જે બનાવ અંગે મૃતકના ભાઇની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી....

કાંકરેજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..