Back

વાગડોદ પોલીસની મોટી સફળતા

સુરસિંહ સોલંકી , કાંકરેજ 

પ્રહલાદ વ્યાસ , પાટણ 

        વાગડોદ મુકામે ભગવતી હોટેલ નજીક પાટણ-ડીસા હાઇવે રોડ ઉપરથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની બોટલ નંગ-૭૫૧૨ કિં.રૂ.૯,૪૪,૧૬૦/- ભરેલ ડમ્પર ગાડી નંગ-૦૧ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.૧૭,૫૨,૬૬૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી વાગદોડ પોલીસ  


                 આજરોજ મે. ઇન્ચાર્જ પો.અધિ.શ્રી એચ.કે.વાઘેલા સાહેબ નાઓએ દારૂ ની હેરાફેરી કરતાં વાહનો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે તથા મેં.ના.પો.અધિ. સા.શ્રી સિદ્ધપુર નાઓના માર્ગદર્શન હેઠળ વાગડોદ પો.સબ.ઇન્સ. શ્રી એસ.જે.પરમાર  સાહેબ નાઓ  સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન   તે દરમ્યાન પો.સબ.ઇન્સ. શ્રી એસ.જે.પરમાર સાહેબ નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે નીચે મુજબનો ગણનાપાત્ર કેશ  શોધી કાઢવામાં  વાગડોદ પોલીસને સફળતા મળેલ છે.


            પો.સબ.ઇન્સ. શ્રી એસ.જે.પરમાર સાહેબ  તથા  અ. હેડ.કોન્સ .ઇન્ડ્રીશખાન જમશેરખાંન  તથા અ.હેડ.કોન્સ. ભવાનસિંહ ધારસિંહ તથા અ.હે.કો. પ્રવિણસિંહ અમૃતજી  તથા અ.પો.કો. જયેશકુમાર હેમાભાઈ તથા અ.પો.કો. રામજીભાઇ પ્રભુભાઈ તથા અ.પો.કો.નરેન્દ્રભાઈ સેમાભાઈ તથા અ.પો.કો. પ્રવીણજી શેલાજી તથા અ.પો.કો. આકાશકુમાર ભેમાભાઈ તથા આ.પો.કો.શક્તિસિંહ જોગાજી એ રીતેના વાગડોદ પોલીસ સ્ટાફ ના માણસો સાથે વાગડોદ મુકામે પાટણ -ડીસા હાઇવે રોડ ઉપરથી આરોપી રબારી નરસિંહરામ બેચરારામ  રહે. જાખલ તા.સાંચોર જી.ઝાલોર રાજસ્થાન  વાળાઓ ને ભારતીય બનાવટની વિદેશી દારૂ ની બોટલો નંગ- ૭૫૧૨ કિ.રૂ.૯,૪૪,૧૬૦ ભરેલ ડમ્પર ગાડી  નંબર આર.જે.૪૬-જી.એ.૨૪૪૮  કી.રૂ.૮,૦૦,૦૦૦ ની તથા સદરી  ઇસમની અંગજડતીમાંથી મોબાઇલ નંગ- ૨ કી.રૂ.૬૦૦ તથા રોકડ રકમ રૂ.૭૯૦૦ ના કુલ મુદામાલ કી.રૂ.૧૭,૫૨,૬૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ સદરી  વિરૂધ્ધ વાગડોદ પો.સ્ટે.માં ગુન્હો રજી. કરાવી આગળની તપાસની તજવીજ કરવામાં આવેલ છે

કાંકરેજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..