Back

કંબોઈ ખાતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત ગુરુ શિબિર યોજાઈ

સૂરસિંહ સોલંકી , કાંકરેજ 

   સૌજન્ય , 

          કંબોઈ ખાતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત ગુરુ શિબિર યોજાઈ

                 ગુજરાત સરકાર શ્રી નાં આરોગ્ય અને પરિવાર વિભાગ દ્રારા ચાલુ વર્ષે વિશ્વ વસ્તી નિયંત્રણ અંગે લોકો માં જનજાગૃતિ કાર્યક્રમો કરવાનું નક્કી કરેલ છે જે અંતર્ગત બ કાં જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી નાં આદેશ થી તથા તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી નાં માર્ગ દર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર કંબોઈ દ્રારા કંબોઈ ગામ માં આંગણવાડી ખાતે તા.8/7/2019 ના રોજ ગુરુ શિબિર નું આયોજન કરેલ તેમાં કંબોઈ પ્રા.આ.કેન્દ્ર નાં ફી હે.સુ. કે. એ. પટેલ તથા ફી હે .વ એમ એન ગમાર તથા મ.પ.હે.વ દ્વારા વસ્તી નિયંત્રણ માટે આરોગ્ય ની વિવિધ પદ્ધતિ ઓ અને યોજના ઓ વિશે લોકો ને આરોગ્ય શિક્ષણ આપ્યું હતું 

                તેમજ પ્રા આ કેન્દ્ર કંબોઈ નાં  મ.પ.હે.વ.   એન વાયઆડ્રેજાઁ ,રાજ શ્રીમાલી તથા ભાવસિંહ સોલંકી દ્રારા પોરા નીરદર્શન  કરવામાં આવ્યુ હતુ તથા મચ્છર જન્ય રોગો વિશે ની માહીતી આપવામાં આવી હતી.

             આ ગુરુ શિબિર માં કંબોઈ ગામનાં લોકો મોટી સંખ્યામાં (ખાસ કરીને મહિલાઓ) તથા આશાઓ, આ કા,હાજર રહી આ ગુરુ શિબિર સફળ બનાવી હતી