Back

અંબાજી મુકામે મંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને અંબાજીના વિકાસ અંગે બેઠક યોજાઇ

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી  વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને અંબાજીના સર્વાગી વિકાસ માટેના વિવિધ કામો અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં મંત્રી વિભાવરીબેન દવેએ અધિકારીઓને જણાવ્યું કે અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઇ તકલીફ પડે અને જરૂરી સુવિધા મળી રહે જરૂરી છે. તેમણે કહ્યું કે અંબાજી મુકામે સરસ સ્વચ્છતા જળવાઇ રહે, ટ્રાફીકની કોઇ સમસ્યા હોય અને યાત્રિકો સુખરૂપ માતાજીના દર્શન કરી શકે તે માટે કાળજીપૂર્વક પરિણામદાયી પ્રયાસો કરીએ. અંબાજીના સર્વાગી વિકાસ માટેના વિવિધ કામો અંગે સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી. જેની વિગત પ્રમાણે છે. ગબ્બર પગથીયા નવિનીકરણ પ્રોજેકટ, ભોજનાલય-પ્રસાદગૃહ બનાવવા, અંબાજી ખાતે ભીડ અને ટ્રાફિક સમસ્યા નિવારણ, અંબાજી બાયપાસ રસ્તાની કામગીરી, અંબાજી ખાતેનું સ્પોર્ટસ સંકુલ અંબાજી ટ્રસ્ટને સોંપવા અંગે, અંબાજી ખાતે પોલીસ મહેકમ ઉભુ કરવું તથા અન્ય બાબત, એસ. ટી. વિભાગની બિન ઉપયોગી જમીન અંબાજી ટ્રસ્ટને સોંપવા અંગે, અંબાજી ખાતે માતાજીના સ્ટેચ્યુ નિર્માણ બાબત, એલ..ડી.સ્ક્રીન અને પબ્લીક એડ્રેસ સિસ્ટમની વ્યવસ્થા બાબત, યાત્રાધામ અંબાજીના માસ્ટર પ્લા અંગે, અલાયદી ઓથોરીટી- સક્ષમ સત્તામંડળ/ સ્પેશ્યલ પર્પઝ તરીકે સત્તા આપી શકાય તેવી સ્વાયત સંસ્થાના નિર્માણ અંગે, ગબ્બર હીલ પ્રોટેક્શન સહિત વિવિધ કામો અંગે સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી.


બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી..શાહ, નાયબ વન સંરક્ષકશ્રી ર્ડા. જી.એસ.સિંઘ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે.ચાવડા, મંત્રીશ્રીના પી.એસ.શ્રી દિગંત બ્રહ્મભટ્ટ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

પાલનપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..