Back

બનાસકાંઠા ના દિયોદર પોલીસે બિયોકપરા માથી માત્ર 40 રુપિયા નો દેશી દારૂ ઝડપી પાડ્યો

વિઓ:- બનાસકાંઠા લ્યો બોલો દિયોદર પોલીસે બિયોકપરા માંથી માત્ર 40 રૂપિયા નો દેશી દારૂ ઝડપી પાડ્યો


વિઓ:- બનાસકાંઠા ધમધમતા દેશી દારૂ ના અડ્ડા શુ પોલીસ ને દેખાતા નથી કે દેખવા માંગતા નથી


સ્લગ:- ગાંધીજી ના ગુજરાત માં દારૂ બંધી છે પણ આજે પણ જ્યાં જોવા ત્યાં દારૂ મળી રહે છે એટલું જ નહીં પણ પોલીસ તંત્ર દ્વારા અનેક સ્થળ પર દારૂ ના અડ્ડા પર રેડ કરી લાખો રૂપિયા નો દારૂ પકડી પાડવામાં આવે છે પરંતુ આજે જાણે દિયોદર પોલીસે મોટું કામ કર્યું હોય તેમ દેશી દારૂ ના જાણીતા વિસ્તાર માંથી માત્ર 2 લીટર એટલે કે 40 રૂપિયા નો દારૂ ઝડપી પાડી દેખાવો કર્યો હોય તેમ ફરિયાદ નોંધી છે 


એન્કર:- દિયોદર ના બીયોકપરા અને બોડા ગામ દેશી દારૂ નું મીની એપિસેટર ગણવામાં આવે છે અને અહીં દહરોજ હજારો લીટર દેશી દારૂ નું વેચાણ થાય છે પોલીસ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે અનેક સ્થળ પર દારૂ પીને નીકળતા અનેક લોકો ને ઝડપી પાડે છે પરંતુ દારૂ વેચવા વાળા સામે પોલીસ તંત્ર જાણે કોઈ કાર્યવાહી કરતી નથી દિયોદર શાળા નંબર 2 પાસે છેલ્લા એક મહિના માં અનેક દારૂ પીને નીકળતા ઈસમો સામે કાર્યવાહી પોલીસે કાર્યવાહી કરી છે શું શાળા નંબર બે સામે દેશી દારૂ નો અડ્ડો પોલીસ ને દેખાતો નથી અગાવું પણ શાળા નંબર 2 ના શિક્ષકો દ્વારા આ બાબતે પોલીસ તંત્ર ને રજુઆત કરવામાં આવી હતી પરંતુ આજે પણ ત્યાં દારૂ ના અડ્ડા ધમધમી રહાં છે એટલુંજ નહીં પરંતુ પોલીસે બીયોકપરા વિસ્તાર માં દેશી દારૂ ના અડ્ડા પર રેડ કરી માત્ર બતાવવા ખાતર 40 રૂપિયા નો દારૂ પકડી કાર્યવાહી કરી છે જો પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો દિયોદર પથક માંથી હજાર લીટર દેશી દારૂ ઝડપાયા તેમ છે

"" રિપોર્ટર વિરમ વાઘેલા***

સૂઈગામ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..