સુઈગામ તાલુકા ના બેણપ ગામમાં કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા
*બેણપ માં કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા*
સમગ્ર વિશ્વમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના એ હાહાકાર મચાવી દીધો છે તેમજ કોરાના ના કારણે મૃત્યુ દર માં પણ વધારો થઈ રહ્યો છે તેથી આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે..
ત્યારે જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારના સુઇગામ તાલુકાના બેણપ ગામની તો.બેણપ ગામમાં બેનપ ગામ પી. એચ. સી માં ફરજ બજાવતા જનકસિંહ રાજપૂત ની અધ્યક્ષતા માં કોરોના ટેસ્ટ માટે 28 સેમ્પલ લેવામાં આવ્યા હતા..જેમાં પુરુષો ના 19 તેમજ મહિલાના 9 સેમ્પલ લેવામાં આવ્યા હતા..આ કાર્યક્રમ માં બેણપ પી. એચ. સી નો તમામ સ્ટાપ ખડેપગે રહી ખૂબજ સારી કામગિરી કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
રીપોર્ટર
વિરમ વાઘેલા


