Back

આમોદ પંથક નાં ન્યાય સંકુલ ની સામેની બાવરી માં ધમ ધમી રહી છે દેશીદારૂ ની ભઠ્ઠીઓ.

ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર નાં લીરે લીરા ઉડાવતાં આમોદ પંથક નાં ન્યાય સંકુલ ની સામેની  બાવરી માં ધમ ધમી રહી છે દેશીદારૂ ની ભઠ્ઠીઓ.

           દારૂમુક્ત ગુજરાત નાં દાવા કરનાર સરકાર નાં ભરૂચ જિલ્લા નાં આમોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર માં દારૂ બંધી નેતાઓ ની જેમ પોકાર અને વામણી પુરવાર થાય છે દારૂ બંધી નાં કાયદા ગમે એટલા કડક બન્યા હોય પણ આમોદ વિસ્તાર ની વાસ્તવિકતા એ છે કે દેશી દારૂ ઠેર ઠેર ઉત્પાદન તેમજ ખુલ્લે આમ વેચાય છે તેમજ જુવાન જોધ માં બહેન દારૂ નું લટ નાં લીધે પોતાનાં પતિ ને મોત ના મુખ માં જતાં તંત્ર નાં પાપે પોતાની નજરે નિહાળી અને લાચાર બની જવા પામી છે  અને  મહિલા ઓ વિધવા  થવા ના કિસ્સાઓ ઓ આમોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર માં વધી રહ્યા છે 

          આમોદ પોલીસ ની રહેમ નજર હેઠર દેશી દારૂ નું ઉત્પાદન તેમજ વેચાણે ખુલ્લા દોરે માઝા મૂકી છે જાણે કે આમોદ પોલીસ નું અસ્તિત્વ જ ન હોય તેવીજ રીતે ન્યાય સંકુલ  ની સામે ની બાવરી માં ગટર ના ગંદા પાણી થી દેશી દારૂ નું ઉત્પાદન મોટા પાયે ચાલી રહ્યાં ની કેફિયત કેમેરા માં કંડારાઈ જવા પામી છે 

          ચોંકાવનારી બાબત એ છે કે બે ફામ બનેલા આ બૂટલેગરો દારૂ નાં ઉત્પાદન સાથે  જાહેર માં વેચાણ પણ  બિન્દાસ પણે કરી રહ્યા છે 

            જોકે આમોદ પોલીસે આ બાબતે મૌન ધારણ કરી પ્રેશક બની ને તમામ બૂટલેગરો કરતાં  દારૂ વયસ્કો ને નાટકીય રૂપી ઝડપી નાના કેસો કરી બૂટલેગરો ને છાવરે છે  અને વયસ્કો ને પકડે છે એવું આમોદ પંથક માં લોક મુખે ચર્ચાઈ રહ્યું છે

  જો આમોદ માં વિઝીલેન્સ કે આર આર સેલ ના દરોડા પડે તો ઘણા મોટા ગુનાં ઉકલી શકે તેમ છે અગાઉ વિજિલન્સ આવા ગુનાઓ બહાર પાડ્યા છે તેમ પી એસ આઈ સહિત પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ પણ કરવામા આવ્યા છે તાજેતરમાં આવું બને તો  પણ ફરી વાર એવું થઈ શકે તેમ છે 

      હવે જોવું રહ્યું કે આમોદ પોલીસ આમોદ માં દારૂ બંધી નો કાયદો ખરે ખર અમલ કરે છે કે દરરોજ દારૂ બંધી માટે પોલીસ તંત્ર નાં લીરે લીરા ઉડાવવા  દેશ ની ચોથી જાગીર  ને કલમ નું શસ્ત્ર ઉગમવા પર મજબૂર કરશે એ આવનારા દિવસો માં જોવું રહ્યું 


અકબર બેલીમ આમોદ 

7869855754

આમોદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..