Back

ઝાડેશ્વરમાં ચોરીનો મનસૂબો નાકામ તસ્કરને પકડી સ્થાનિકોએ કરી પીટાઈ

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં ચોરી કરવાના ઇરાદે આવેલા એક ચોરને અર્ધનગ્ન કરીને સ્થાનિક લોકોએ ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો ભરૂચ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી બી-51, વૈભવ સોસાયટીમાં ગત રાતે ચોરી કરવાના ઇરાદે 3 ચોરો ઘૂસ્યા હતા જે પૈકી એક ચોર પકડાઇ જતા સ્થાનિક લોકોએ તેને ઢોર માર માર્યો હતો એટલુંજ નહીં આ ઝડપાયેલ ચોરને મહિલાઓએ પણ ચપ્પલ અને પુરૂષોએ લાકડી વડે બરાબર ફટકાર્યો હતો લોકોએ ચોરને માર્યા બાદ તેને ભરૂચ પોલીસને બોલાવી સોંપી દીધો હતો ઉલ્લેખનીય છે કે  ઝડપાયેલા  ચોરોનો ભૂતકાળ પણ તપાસતા ઝડપાયેલ ઇસમ કુખ્યાત સીકલીગર ગેંગનો સાગરીત લાકડસીંગ સીકલીગર હોવાનું બહાર આવ્યું છે ભરૂચ સી ડિવિઝન પોલીસે ચોરનો કબજો મેળવી તે બીજા કેટલી ગુનાહિત પ્રવુતિમાં સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરી છે

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..