Back

ભરૂચ જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૧૯-૨૦૨૦ નું આયોજન

રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી - ભરૂચ દ્વારા કલામહાકુંભ ૨૦૧૯-૨૦ નું આયોજન કરવામાં આવ્યું છે.

તાલુકાકક્ષાનો કલામહાકુંભ ૨૦૧૯-૨૦ સવારે ૦૯:૦૦ કલાકે તા.૧૯/૧/૨૦૨૦ ના રોજ પ્રાર્થના વિદ્યાલય-ભોલાવ ભરૂચ ખાતે, તા.૧૭/૧/૨૦૨૦ ના રોજ એસેન્ટ સ્કુલ અંકલેશ્વર ખાતે. તા.૧૬/૧/૨૦૨૦ ના રોજ જવાહર નવોદય વિદ્યાલય વાલીયા ખાતે, રૂપનગર. તા.૧૭/૧/૨૦૨૦ ના રોજ શ્રીમતિ સી.કે.હાઈસ્કુલ, ગોવાલી ઝઘડીયા ખાતે. તા.૧૭/૧/૨૦૨૦ ના રોજ શ્રી એમ.એમ.ભક્ત હાઈસ્કુલ નેત્રંગ ખાતે. તા.૧૭/૧/૨૦૨૦ ના રોજ શ્રી પાંડુકેશ્વર વિદ્યામંદિર, પંડવાઈ હાંસોટ ખાતે. તા.૧૬/૧/૨૦૨૦ ના રોજ પી.જે.છેડા જનતા વિદ્યાલય, દહેજ વાગરા ખાતે. તા.૧૭/૧/૨૦૨૦ ના રોજ સંસ્કાર વિદ્યાલય આમોદ ખાતે. તા.૧૭/૧/૨૦૨૦ ના રોજ સરસ્વતી વિદ્યાલય જંબુસર ખાતે યોજાશે.

જિલ્લા કક્ષાનો કલામહાકુંભ ૨૦૧૯-૨૦ તા.૨૩/૦૧/૨૦૨૦ અને તા.૨૪/૦૧/૨૦૨૦ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે આનંદ નિકેતન, ચાવજ ખાતે કાર્યક્રમ યોજાશે. તા.૨૩/૦૧/૨૦૨૦ ના રોજ તબલ્લા, હાર્મોનિયમ, ઓરગન, સમૂહ ગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, રાસ, એકપાત્રીય અભિનય સ્પર્ધા યોજાશે તેમજ તા.૨૪/૦૧/૨૦૨૦ ના રોજ કથ્થક, ભરતનાટ્યમ, ગઝલ શાયરી, કાવ્ય લેખન, ચિત્રકલા, નિબંધ લેખન, સર્જનાત્મક કારીગીરી, સ્કુલ બેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, વક્તૃત્વ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સુગમ સંગીત સ્પર્ધા યોજાશે. તમામ સ્પર્ધા સવારે ૦૯:૦૦ કલાકે શરૂ થશે. તાલુકાકક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ કલાકાર જિલ્લા કક્ષાએ ભાગ લેશે એમ જિલ્લા રમતગમત અધિકારી - ભરૂચે એક અખબારી યાદીમાં જણાવેલ છે

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..