Back

ભરૂચ જિલ્લા ખેડૂત મિત્રો જોગ સંદેશ ચણા અને તુવેર પાકમાં લીલી ઈયળનું નિયંત્રણ

ચણા અને તુવેર પાકમાં લીલી ઈયળના સંભવિત ઉપદ્રવ અંગેની શક્યતાઓને ધ્યાનમાં લેતાં ખેડૂતોને સમયસર નિયંત્રણ અંગે જાણકારી મળી રહે તે માટે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી.  

જેમાં, નર ફૂદાને આકર્ષવા હેકટરે ૨૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ ની સંખ્યામાં બેલીખેડા સરખા અંતરે મુકવા. લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (% અર્ક) ૧૦ લીટર પાણીમાં ઉમેરી થી વખત છંટકાવ કરવો. બેસીલસ થુંરીજીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છંટકાવ કરવો. જો વધુ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે તો રાસાયણિક દવાઓ જેવી કે ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮. એસસી મીલી, ફ્લુબેન્ડીયામાઇડ ૪૮ એસસી મીલી, ફેનવાલરેટ ૨૦ .સી. ૧૦ મીલી, થાયોડીકાર્બ ૭૫ વેપા ૨૦ ગ્રામ, લેમડાસાયહેલોથ્રીન .સી મી.લી. પૈકીની કોઈ પણ એક જંતુનાશક દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો અને જરૂર જણાય તો અઠવાડિયા પછી જંતુનાશક દવા બદલી બીજો છંટકાવ કરવો પરંતુ જંતુનાશક દવાના છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછો ૧૦ થી ૧૫ દિવસનો સમયગાળો જાળવવો.

અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/કે.વી.કે./તાલુકા અમલીકરણ અધિકારી/જીલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિ.) /નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસન કોલ સેન્ટર તોલ ફ્રી નંબર-૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..