Back

ભરૂચ જિલ્લાનાં 1600 થી વધુ ખેડૂતોને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ આપવાનો મામલો વધુ ગરમાયો

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના અગ્રણીઓ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભેગા થઇ આવક વેરા વિભાગની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા તેમજ આગામી 29 તારીખે ઝાડેશ્વરનાં નિલકંઠેશ્વર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઇ સંમેલન યોજી આયકર વિભાગમાં રજુઆત કરવાની તૈયારી બતાવી છે ખેડૂતોનું જણાવવું છે કે એક ખેડૂત તરીકે તેઓને કોઈ પણ પ્રકારના વેરા ભરવામાં આવતા નથી તેમ છતાં લાખો અને કરોડોનાં વેરા ભરવાની નોટિસો આયકર વિભાગ દ્વારા આપવામાં આવી છે તે બાબત ગેરવ્યાજબી છે અને આ મુદ્દે આગામી દિવસોમાં ખેડૂતોએ આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..