Back

ભરૂચ ગેલાની કુવા પાસેની ઝૂંપડપટ્ટી દુર કરવા સ્થાનિકો દ્રારા કલેકટર કચેરીએ હલ્લો

ભરૂચ શહેરના મહંમદપુરા વિસ્તારમાં ગેલાની કુવા પાસે આવેલી ઝૂંપડપટ્ટી દુર કરવાની તંત્રએ હિલચાલ શરૂ કરતાં સ્થાનિક રહીશોએ કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું ભરૂચના ગેલાનીકુવા વિસ્તારમાં આવેલી જગ્યામાં ગરીબ પરિવારો છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી કાચા મકાનો અને ઝૂંપડાઓ બનાવી વસવાટ કરી રહયાં છે પણ હવે તેમના માથે થી છત છીનવાય જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે મામલતદાર કચેરી તરફથી તમામ મકાનધારકોને દબાણો દુર કરી દેવાની નોટીસ આપવામાં આવી છે શનિવારના રોજ સ્થાનિક નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાની આગેવાનીમાં ઝૂંપડાવાસીઓ કલેકટર કચેરી ખાતે પહોંચ્યાં હતાં અને તંત્રવાહકોને રજુઆત કરી હતી તેમના જણાવ્યા અનુસાર વહીવટીતંત્રએ તેમને દબાણો દુર કરી દેવા નોટીસ આપી છે જેના પગલે તેઓ ઘરવિહોણા બની જશે સરકાર તરફથી રહેણાંક માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દબાણો દુર કરવામાં ન આવે તેવી માંગણી કરવામાં આવી છે તે પહેલા જો દબાણો દુર કરાશે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ત્યાંના રહીશોએ ઉચ્ચારી હતી

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..