Back

ભરૂચ તાલુકાના કંથારીયા ખાતે ગ્રામ સભામાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઇ હોવાનો વીડિયો સામે આવ્યો હતો.

ભરૂચ તાલુકાના કંથારીયા ખાતે ગ્રામ સભામાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઇ હોવાનો વીડિયો સામે આવ્યો હતો ભરૂચ તાલુકાના કંથારીયા ગામે ગ્રામજનોના પ્રશ્નો નો સમય મર્યાદામાં ઉકેલ ન આવતા અરજીકર્તાઓ રોષે ભરાયા હતા તીવ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો વિવિધ મુદ્દાઓને લઇ મળેલ ગ્રામ સભા અચાનક તોફાની બની ગઈ હતી મળતી માહિતી પ્રમાણે ગામ તળાવમાં ગંદા પાણી છોડવાના સામે થયેલ અરજી મુદ્દે બે પક્ષ સામસામે બાખડી પડ્યા હતા બાદમાં ટોળેબંધ ગ્રામજનોએ ભારે હોહા મચાવી દીધી હતી જેમાં મહિલાઓનો પણ સમાવેશ થયો હતો માજી સરપંચ અને અરજીકર્તા બાખડયા બાદ સમગ્ર મામલા અંગે ભરૂચ તાલુકા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..