Back

ભરૂચ નબીપુર નજીકથી ગુટખાના જથ્થાનું ગેરકાયદે વહન કરતું કન્ટેનર ઝડપાયું

નબીપુર  ને.હા.નં-48 ઉપરથી શંકાસ્પદ ગુટખા સાથે બે ઇસમોને કુલ કી.રૂ. 25,15,000/ના ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ મહાનિરિક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓએ જીલ્લામા ગેરકાયદેસર ની પ્રવ્રુતિ અટકાવવા સુચના આપેલ હોય જે અંનુસંધાને એલ.સી.બી ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ભરૂચના પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ. વાય.જી.ગઢવી એલ.સી.બી ના  પોલીસ માણસોની ટીમ સાથે ને.હા.નં-48 ઉપર પેટ્રોલીંગમા હતા દરિમ્યાન એલ.સી.બી ના ASI બાલુભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ને.હા.નં-48 ઉપર નબીપુર નજીક આવેલ ગુરૂદ્રારા સામે ભરૂચ થી પાલેજ તરફ જતા હાઇવે રોડ ની બાજુમા આવેલ હોટલ આશીર્વાદ ના કંમ્પાઉન્ડમાંથી એક કન્ટેનર નંબર-MH-04-JU-1167 મા ભરેલ શંકાસ્પદ કોઇપણ આધાર પુરાવા વગર ની ગુટખાની બોરીઓ નંગ-140 જેની કી.રૂ.10,08,000/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.25,15,000/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી નબીપુર પો.સ્ટે.મા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છપકડાયેલ આરોપી(1) રામભાઉ શ્યામરાવ ચાટે રહે- નાલાસોપારા,પાલગઢ,મોરેગાંવ,એ વિંગ મકાન નં-201, મહારાષ્ટ્ર(2) દતાત્રેય ઉગ્રસેન કીરદત રહે-સોમનાથ બોરગાંવ તા-આંબાજોગઇ જી-બીડ મહારાષ્ટ્ર કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ 4K સ્ટાર લખેલ ગુટખા તથા એક્કા પ્રિમિયમ લખેલ ગુટખા ની કુલ બોરીઓ નંગ-140 જેની કુલ કી.રૂ.10,08,000/- તથા કન્ટેનર નંબર-MH-04-JU-1167 તથા મોબાઇલ ફોન મળી કુલ્લે કી.રૂ.25,15,000/- નો  મુદ્દામાલ કબજે કરેેેલ છે


 



ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..