Back

ભરૂચના વાસી ગામમાં મહિલાઓનું પોલીસ સ્ટેશન ખાતે હલ્લાબોલ

ભરૂચ જિલ્લાના વાસી ગામમાં દારૂના દુષણને નાબુદ કરવાની માંગ સાથે ગામની મહિલાઓએ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હલ્લાબોલ કર્યું હતુ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ભલે અમલમાં હોય પણ બુટલેગરો બિન્દાસ્ત રીતે દારૂનું વેચાણ કરી રહયાં છે દારૂના ખુલ્લેઆમ વેચાણથી નશેબાજોની સંખ્યામાં વધારો થઇ રહયો છે અને દારૂના નશામાં અનેક પરિવારો બરબાદ થઇ ચુકયાં છે ભરૂચ જિલ્લાના વાસીગામના સુમિત્રાબેનની વ્યથા સાંભળી તેમણે કહયુ છે કે દારૂના કારણે ઘરડાઓ, જુવાનીયાઓ અને મહિલાઓના પણ મોત થઇ રહયાં છે સુમિત્રાબેન સહિત વાસી ગામની અનેક મહિલાઓ અને આગેવાનો મંગળવારના રોજ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં તેમની માંગણી છે કે ગામમાંથી દારૂના દુષણને નાબુદ કરવા બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે પોલીસની કાર્યવાહી બાદ 10-15 દિવસ સુધી અડ્ડાઓ બંધ રહે છે પણ ફરીથી ધમધમતા થઇ જાય છે વાસી ગામના રહિશોએ પોલીસને રજુઆતો કરી છે પોલીસ ગામમાં દારૂબંધીના કાયદાઓ અમલ કરાવવામાં કેટલી સફળ રહે છે

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..