Back

ભરૂચમા ધો10 ના વિધાર્થીઓની પરીક્ષાનો પારંભ

કારકિર્દી ના પ્રથમ પગથિયાં સમાન ધો.10 ની બોર્ડ પરીક્ષા નો ભરૂચ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ માં પ્રારંભ થયો હતો પરીક્ષાકેન્દ્રો વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી મોં મીઠું કરાવી આવકારવા માં આવ્યા હતા  ભરૂચ જિલ્લા માં ધો.10 ના 27150 વિદ્યાર્થીઓ માટે 32 પરીક્ષા કેન્દ્રો ના 88 સંકુલમા પરિક્ષા નો પ્રારંભ થયો હતો પરીક્ષાના પ્રારંભ પૂર્વે પરીક્ષા કેન્દ્રો ની બહાર વાલીઓ અને વિદ્યાર્થીઓના જમાવડા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે નારાયણ વિદ્યા વિહાર પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા કલેકટર ડૉ.એમ ડી મોડિયા જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા સહિત અન્ય આગેવાનોએ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી મોઢું મીઠું કરાવી આવકારી શુભેચ્છા પાઠવી હતી તો આજ રીતે અન્ય કેન્દ્રો પર પણ વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..