Back

આજની સ્થિતિએ ભરૂચ જિલ્લામાં કોરોનાના ૧૬ પોઝીટીવ કેસ

કોરોના (COVID-19)ના જિલ્લામાં તા.૦૧/૦૮/૨૦૨૦ રોજ ૧૬ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-૯૬૧ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૦૧/૦૮/૨૦૨૦ ના બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના - ૩૦૮ સેમ્પલ લેવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-૯૬૧ પોઝીટીવ કેસ પૈકી ૧ વ્યક્તિનું મરણ થવાથી ભરૂચ જિલ્લામાં કુલ-૨૧ દર્દીના મરણ થયેલ છે તથા ૬૯૦ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના ૨૫૦ વ્યક્તિઓ સારવાર હેઠળ છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

 

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..