Back

શિક્ષકો સ્વચ્છતા માટે બાળકોને પ્રેરણા આપે -: શંકરભાઇ દલવાડી

ભરૃચ  ખાતે પાંચમી સપ્‍ટેમ્‍બર શિક્ષક દિનની થયેલી ઉજવણી

ભરૂચ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ઉત્‍કૃષ્ટ કામગીરી કરવા બદલ જિલ્લા-તાલુકાકક્ષાએ

શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે પસંદ થયેલા  શિક્ષકોને સન્‍માનિત કરાયા

પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જિલ્લા- તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ થયેલા શિક્ષકોનો  સન્માન સમારોહ  ગુજરાત રાજ્ય હસ્તકલા નિગમના અધ્યક્ષ શંકરભાઈ દલવાડીના પ્રમુખસ્થાને ભરૂચની શ્રી કે.જી.એમ. વિદ્યાલય ઝાડેશ્વરના પ્રાર્થના હોલમાં યોજાયો. 

શિક્ષક સન્માન સમારંભના અધ્યક્ષસ્થાનેથી શંકરભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનમાં ફાળો આપવા આજના શિક્ષકને શાળામાં ભણાવતી વખતે ફક્ત બે મિનિટ બાળકોને કચરો નહિ ફેંકવા અને સ્વચ્છતા રાખવા શિખામણ આપી પ્રેરણા આપવા જણાવ્યું હતું.

અધ્યક્ષએ આજના દિવસે સન્માનિત થયેલ શિક્ષકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દરેક શિક્ષક સારૂં કાર્ય કરતાં હોય જ છે તેમાંથી શ્રેષ્ઠ શિક્ષકો પસંદગી કરવામાં આવતી હોય છે. અને તેનું સન્માન કરાય છે.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, માતા-પિતા બાળકને જન્મ આપે છે પરંતુ તેનું જીવન ઘડતર શિક્ષક જ કરતો હોય છે અને સોશિયલ મીડિયાના ૨૧ મી સદીના યુગમાં બાળકને યોગ્ય દિશા મળે તે જરૂરી છે.

આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ દલવાડીના હસ્તે જિલ્લાકક્ષાના એવોર્ડમાં પ્રાથમિક વિભાગના ઝઘડિયા તાલુકાની દુ-બોરીદ્રાની પ્રાથમિક શાળાના સુષ્માબેન ભાટીયા તેમજ આમોદ તાલુકાની સુઠોદરાની પ્રાથમિક શાળાના શિક્ષક રેખાબેન મકવાણાનું તથા માધ્યમિક વિભાગના જિલ્લાકક્ષાના એવોર્ડમાં ભરૂચ શહેરની નારાયણ વિદ્યાલયના શિક્ષક ચીમનભાઈ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તાલુકા કક્ષાના પ્રાથમિક વિભાગના સર્વ ભરૃચના મહેશભાઈ પટેલ, ગીરીશભાઈ યાદવ, આમોદના સુકેતુ ભોજક અને જંબુસરના મહાવીરસિંહ ચુડાસમાને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, જિલ્લા પંચાયતના મગનભાઈ પટેલ, પ્રવિણસિંહ રણા, ઉપાસનાબેન, ગઢવીભાઈ. ઈકબાલભઈ, જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા રહ્યા હતા.

સમારંભમાં સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી નવનીતભાઈ મહેતા અને આભારવિધિ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના આચાર્ય ગઢવીએ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષા માધ્યમિક / ઉચ્ચત્તર માધ્યમિક - ૨૦૧૯ના એવોર્ડ વિજેતા હરેન્દ્રસિંહ નટવરસિંહ સિંધાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.    

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..