Back

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંચબત્તી ખાતે રાફેલ મુદ્દે ધરણા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંચબત્તી ખાતે રાફેલ મુદ્દે ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં 14 નવેમ્બર 2019 ના રોજ દેશની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટે દ્વારા રાફેલ વિમાન પર પુનર્વિચારણા કરવા અંગેની વિવિધ અરજીઓને ફગાવી દેવામાં આવી અને સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના નિર્ણયમાં આ વિષયની તપાસ અંગેની માંગ અને બિનજરૂરી ગણાવી હતી રાફેલ સોદાની પ્રક્રિયા યોગ્ય અને પારદર્શક રીતે થયેલ છે તેઓ નિર્ણય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આ પહેલા પણ ડિસેમ્બર 2018 માં આપેલ છે આ વિષય અંગે ન્યાયાલય દ્વારા પહેલા પણ કોંગ્રેસ પક્ષની ફટકાર લગાવવામાં આવેલ છે તારીખ 14 નવેમ્બર 2019 ના રોજ ફરીથી સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયથી કોંગ્રેસ દ્વારા જુઠ્ઠા અને મનગડત આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાબિત થાય છે દેશની રક્ષા સાથે જોડાયેલ આ ગંભીર વિષય પર કોંગ્રેસ પક્ષને તેના તત્કાલીન અધ્યક્ષ દ્વારા સંસદમાં અને જાહેર મંચ પરથી લોકસભા ચૂંટણી પૂર્વ અને લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સતત જૂઠું બોલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે મર્યાદા શબ્દનો પ્રયોગ કરીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે અને સંસદના સત્ર માં બિનજરૂરી વિક્ષેપ ઉભો કરી સમય આપવામાં આવ્યો તે સમયનો સદુપયોગ જ કલ્યાણ અંગેની યોજનાઓની ચર્ચા વિચારણા પાછળ થવાનો હતો હવે જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયથી રાફેલ મામલે એકવાર ફરી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું છે તેના સુધારા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય સાબિત થયેલ છે સોદા અંગેની દેશની જનતાને ગેરમાર્ગે દોરનારી કોંગ્રેસની ટિપ્પણીઓ સામે નામદાર સર્વોચ્ચ અદાલતે સન્માનનીય ન્યાય કરતા કોંગ્રેસના કરતુતો ખુલ્લા પડ્યા છે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના ધર્મેશ ભટ્ટ, ધારાસભ્ય દુષ્યંત પટેલ દરેક સહિત ભાજપ કાર્યકર કાર્યકર્તાઓએ માંગ કરી હતી કે કોંગ્રેસ પક્ષ અને તેમના નેતા રાહુલ ગાંધી સાર્વજનિક રીતે જાહેરમાં દેશ અને જનતાની માફી માગવી જોઇએ

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..