Back

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિએ ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિએ ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી.રાજપારડી ખાતે જી.એમ.ડી.સી.ની લીગ્નાઈટ માઈનીંગ લીઝની લીધેલી મુલાકાત ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિએ ભરૂચ જિલ્લામાં આવેલા રાજપારડી ખાતે જી.એમ.ડી.સી.ની લીગ્નાઈટ માઈનીંગ લીઝની મુલાકાત લીધી હતી આ વેળા સમિતિના અધ્યક્ષ શ્રી મોહનભાઇ ઢોડિયા સહિત સમિતિ સભ્યો સર્વશ્રી ડો.અનિલ જોષીયારા, અભેસિંહ તડવી, ઉપરાંત ધારાસભ્યશ્રી મહેશભાઈ વસાવા, ગુજરાત વિધાનસભાના ઉપસચિવ શ્રી વિનોદભાઈ રાઠોડ સહિતના અધિકારીઓએ જી.એમ.ડી.સી.ની લીગ્નાઈટ માઈનીંગ લીઝની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી સમિતિની આ મુલાકાત દરમિયાન સ્થાનિક આદિવાસી વિસ્તારના લોકોએ જી.એમ.ડી.સી.ની માઈનીંગ લીઝની લગતી રજૂઆતો કરી હતી રજૂઆતો પરત્વે સમિતિએ યોગ્ય ઘટતું કરવાની હૈયાધારણા આપી હતી સમિતિની આ મુલાકાત દરમિયાન તેમની સાથે નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, જી.એમ.ડી.સી.ના જનરલ મેનેજર પ્રોજેક્ટ શ્રી સ્વાગત રાય, ઉદ્યોગ અને ખાણ વિભાગના નાયબ સચિવ શ્રી ડી.જી.ચૌધરી, ભૂસ્તરશાસ્ત્રી સર્વશ્રી જે.એમ.પટેલ, શ્રી એમ.ડી.વ્યાસ, શ્રી કે.જે.રાજપુરા, સહિતના સંબંધિત અધિકારી, કર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓએ સમિતિને પૂરક વિગતો આપી કામગીરીથી અવગત કરાવ્યા હતા

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..