Back

સેક્યુલરવાદીઓ અરાજકતા ફેલાવતા હોવાના આક્ષેપ સાથે વિ.હિ.પ.નું કલેકટરને આવેદન

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દુ દ્રોહી અને દેશ વિરોધી સેક્યુલરવાદીઓ અરાજકતા ફેલાવતા હોવાના આક્ષેપ અને આવી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવાની માંગ સાથે ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ વિભાગ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ઉદૃશીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર અપાયું હતું

ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી દુષ્યંતસિંહ સોલંકી, જીલ્લા મંત્રી અજય મિશ્રા, ભરૂચ જિલ્લા હિન્દુ જાગરણ મંચના કૃણાલ ચાવડા અને બજરંગ દળના પૂર્વ પદાધિકારી અને એડવોકેટ એવા પ્રકાશ મોદી સહિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રાષ્ટ્રપતિને ઉદેશી જિલ્લા કલેકટરને આપેલ આવેદનમાં જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી અલગાવવાદી માનસિકતા ધરાવતા ઈસ્લામીક જેહાદી સંગઠનોની દેશ વિરોધી અને હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓના કારણે દેશમાં હિન્દુ સમાજ અને તેમના ધર્મસ્થાનો પર અનેક હુમલાઓ થયા છે મોબલીંચીંગના નામ ઉપર ખોટી ઘટનાઓ પ્રકાશિત કરી રાષ્ટ્રવાદીઓને બદનામ કરવાના ષડયંત્ર ચાલી રહયા છે લવ જેહાદમાં માસૂમ હિન્દૂ સમાજની બાળા અને યુવતિઓ સાથે દરીંદગીપૂર્ણ વ્યવહારો થઈ રહયા છે બળજબરીથી ધર્માંતરણ કરાવાઈ રહયા છે કેરલ, બંગાળ અને કર્ણાટકમાં હિંદુઓ પર જાનલેવા હુમલા થઈ રહયા છે દિલ્હીના ચાંદનીચોકમાં મંદિર અને હિન્દુ આવાસો પર આક્રમણો થઈ રહયા છે સુરત, જયપુર, રાંચીમાં ભારત વિરોધી હિંસક પ્રદર્શનો થઈ રહયા છે જેનાથી હિંદુ સમાજમાં રોષની લાગણી ઉભી થઈ છે ભારતમાં વધતા જતા અલગાવવાદીઓની આ પ્રવૃત્તિઓ સામે નિયંત્રણ આવવા જોઇએ તેવી માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે

રિપોર્ટર:- મહંમદયુસુફ મલેક

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..