Back

મુખ્યમંત્રી શ્રીના હસ્તે દહેજમાં ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ 100 MLD ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન.કરવામાં આવ્યું

મુખ્યમંત્રીશ્રીના હસ્તે દહેજમાં ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ 100 MLD ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન રૂ. 881કરોડના ખર્ચે 25 હેકટરમાં નિર્માણ પામશે ડિસેલીનેશન પ્લાન્ટ-555 MLD પાણી પ્લાન્ટ પૂર્ણતાં દહેજના ઊદ્યોગો માટે ઉપલબ્ધ થશે  ઊદ્યોગ-ખેતી-પીવાના પાણી તેમજ અન્ય વપરાશ માટે વૈકલ્પિક જળસ્ત્રોત તરીકે દરિયાના પાણીના ઉપયોગ હેતુથી 8 ડિસેલીનેશન પ્લાન્ટ રાજ્યમાં સ્થપાશે મુખ્યમંત્રીશ્રી આગામી સમયમાં ગુજરાતમાં ખેતી સહિત પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે દહેજ PCPIR સમગ્ર દેશમાં ઝડપથી વિકસતું રીજીયન-1 લાખ કરોડથી વધુ મૂડીરોકાણ ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર અંકલેશ્વરમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ માટે GIDC ની જમીન ફાળવવાની મુખ્યમંત્રીશ્રી ની જાહેરાત ઉદ્યોગોના નાના-મોટા પ્રશ્નો ઉકેલવા GIDC સંવાદ કાર્યક્રમ યોજશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે 1600 કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં દરિયાઈ ખારા પાણીનો ઉદ્યોગો ખેતી-પીવાના પાણી તેમજ અન્ય વપરાશ માટે ઉપયોગ કરવા રાજ્યમાં ખારા પાણીને શુદ્ધ પાણીમાં રૂપાંતર કરતા આઠ ડિસેલિનેશન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે રાજ્યમાં આગામી સમયમાં આવા પ્લાન્ટ કાર્યરત થતાં ખેતી સહિત પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો

 મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે અંદાજે રૂ.881 કરોડના ખર્ચે આકાર પામનાર ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ 100 MLD ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું  દહેજ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગો માટે અવિરત પાણીની જરૂરિયાત મુજબ પ્રવર્તમાન 454 MLD પાણી પુરવઠા યોજના સ્થાપિત થયેલી છે આ PCPIR વસાહતનો પૂર્ણત વિકાસ થતાં 1000 MLD પાણીની જરૂરિયાતોનો અંદાજ છે આ જરૂરિયાતને પહોંચી વળવાના હેતુસર ઉદ્યોગો માટે જરૂરી પાણીના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સમુદ્રના ખારા પાણીના શુધ્ધીકરણથી તેને ઉપયોગયુક્ત બનાવવા માટે 100 MLD ક્ષમતાનો ડિસેલીનેશન પ્લાન્ટ દહેજમાં આગામી ત્રીસ માસમાં નિર્માણ થશે આ ડિસેલિનેશન પ્લાન્ટ 25 હેક્ટર વિસ્તારમાં આકાર પામશે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં કુલ 555 MLD પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે આ ડીસેલિનેશન પ્લાન્ટ મારફત ઉપલબ્ધ થનાર પાણીની ગુણવત્તા નર્મદા નદીના પાણીની ગુણવત્તાને અનુરૂપ રહેશે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે ભારતમાં તામિલનાડુ પછી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાશે  મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે ગુજરાત પાસે લાંબો દરિયા કિનારો છે આટલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને ગુજરાતનો પાણીનો પ્રશ્ન કાયમ માટે હલ કરીને જળ સલામતી પુરી પાડી ગુજરાતને સશક્ત, સમૃધ્ધ અને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેમણે ભારત સરકાર દ્વારા આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તામિલનાડુ અને ગુજરાતના દહેજ ખાતે પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઈન્વેસ્ટ(PCPIR) જાહેર કરવામાં આવ્યા હતા જે પૈકી દહેજ PCPIR દેશમાં સૌથી ઝડપી વિકસતું રીજીયન છે તેમ પણ ગૌરવ સહ જણાવ્યું હતું

 મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યુ કે રાજ્ય સરકારની પારદર્શી ઔદ્યોગિક નીતિને પરિણામે દહેજ PCPIRમાં એક લાખ કરોડથી વધુ મૂડી રોકાણ થયું છે ગુજરાત સહિત દેશ-વિદેશની આંતરરાષ્ટ્રીય કંપનીઓ દહેજમાં પોતાના એકમો સ્થાપિત કરી રહી છે જેને પરિણામે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે

 શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ઔદ્યોગિક ઉત્પાદન, સેવાક્ષેત્ર, પેટ્રોલિયમ પ્રોડક્ટસ, ઓર્ગેનિક કેમિકલ, પ્લાસ્ટિક રો-મટીરીયલ્સ, કૃષિ વિકાસ, ડાયઝ એન્ડ કેમિકલ વિકાસ, ફાર્માસ્યુટીકલ, લોજિસ્ટીક ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે તેની વિસ્તૃત માહિતી આપી હતી

 મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, 2017-18 ના વર્ષમાં કૃષિક્ષેત્રે GDP માં ગુજરાતનો 19 ટકા, GSDP માં 20.4 ટકા હિસ્સો ગુજરાતનો છે મેન્યુફેકચર ક્ષેત્રે 27 ટકા જ્યારે GSDP માં ગુજરાતનો 44 ટકા હિસ્સો છે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસમાં અગ્રેસર રહી ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વ પુરૂ પાડી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યુ હતું 

 શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં GIDC ની મહત્વની ભૂમિકા રહી છે MSME ક્ષેત્રે પણ ગુજરાતમાં વિપુલ તકો રહેલી છે GIDC દ્વારા ઉદ્યોગગૃહોને પાયાની અને આંતર માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે તેમ પણ ઉમેર્યું હતું

 મુખ્યમંત્રી શ્રીએ GIDC દ્વારા આગામી સમયમાં ઉદ્યોગોના નાના-મોટા પ્રશ્નો હલ કરવા માટે સંવાદ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે GIDCની પડતર જમીન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે ફાળવવાની પણ જાહેરાત તેમણે કરી હતી

 સહકાર રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉદ્યોગોના સમુચિત વિકાસ માટે પ્રતિબધ્ધ છે રાજ્યમાં ઉદ્યોગગૃહોને સિંગલ વિન્ડો દ્વારા એક જ સ્થળેથી પરવાનગીઓ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે દહેજ PCPIR ઝડપથી વિકસી રહ્યું છે તેમણે પર્યાવરણની જાળવણી સાથે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું

 ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુજરાત સમગ્ર દેશનું વિકાસ મોડેલ બન્યું છે રાજ્યમાં ઉદ્યોગોને ઉત્તેજના આપવા નવી 16 GIDCની સ્થાપના કરવામાં આવી છે દહેજ PCPIRમાં 1.80 લાખ લોકોને રોજગારી મળી રહી છે આગામી સમયમાં 7 લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મળી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું 

 પ્રારંભમાં સૌને આવકાર કરતાં GIDCના એમડી શ્રી એમ. થેન્નારસને જણાવ્યું કે દહેજ PCPIRમાં હાલમાં 180 યુનિટ કાર્યરત છે GIDC દ્વારા દહેજ PCPIRમાં પાયાની અને આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે રૂ.16 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે 

 દહેજ PCPIRમાં આગામી સમયમાં વધુ બે એસ્કેપ સહિત 120 અને 150 મીટરના નવિન રસ્તાઓનું નિર્માણ કરાશે દહેજ PCPIR માં ઔદ્યોગિક એકમોની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા 100 MLD નો ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું

 એલ એન્ડ ટી દ્વારા રૂ.5 લાખ અને દિપક ફર્ટીલાઈઝર દ્વારા  રૂ.1.11 લાખ નો ચેક મુખ્યમંત્રી શ્રી કન્યા કેળવણીનિધિ માટે મુખ્યમંત્રી શ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો  આ અવસરે ધારાસભ્યો સર્વશ્રી દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રણા, કનુભાઈ દેસાઈ, પદાધિકારીઓ, ઈન્ડસ્ટ્રીઝ અને માઈન્સ વિભાગના અગ્ર સચિવશ્રી એમ.કે.દાસ, કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચૂડાસમા, GIDCના નાયબ ઈજનેરશ્રી ગામિત સહિત ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ તથા વિશાળ સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહયો હતો

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..