Back

ભરૂચ ઈંડાની લૂંટ ચલાવતો વિડીયો વાયરલ નબીપુર નજીક ઈંડા ભરેલી પિકઅપ વાને મારી પલટી

ભરૂચના નેશનલ હાઈવે ઉપર પાલેજ નજીક નબીપુર પાસે ઈંડા ભરેલી પિકઅપ વાન એકાએક પલટી મારી હતી ઈંડા ભરેલ પિકઅપ વાન પલટી મારી જતાં લોકોએ ઈંડાની લૂંટ ચલાવી હતી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે સમગ્ર બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે પિકઅપ વાનને રોડની સાઇડમાં કરાવી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો ત્યાર બાદ પિકઅપ વાનના ચાલકની ફરિયાદના આધારે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી નબીપુર હાઇવે ઉપર ઈંડા પડવાથી માર્ગ ચીકણો થઈ ગયો હતો જેના કારણે અન્ય વાહન ચાલકો સ્લીપ મારી અકસ્માતનો ભોગ ન બને તે માટે રોડને પાણીથી ધોવડાવી સાફ કરવામાં આવ્યો હતો

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..