Back

જંબુસરની પી.આઇ. ઇન્ડ્રસ્ટીઝમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા દોડધામ

જંબુસરની પી.આઇ. ઇન્ડ્રસ્ટીઝમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા દોડધામ

2 નું સારવાર દરમિયાન મોત 

૮ જેટલા કામદાર વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા 

રસાયણિક પ્રક્રિયા દરમ્યાન સર્જાઈ દુર્ઘટના

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલી પી.આઈ ઈન્ડસ્ટ્રીઝમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોઈલરમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી. આ બ્લાસ્ટની ઘટનામાં આઠ થી વધુ કામદારોને ગંભીર
ઇજાઓ પહોંચવા પામી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બે કામદારોના મોત નિપજ્યું હતા. જ્યારે અન્ય ૬ જેટલા કામદારોને વધુ
સારવાર અર્થે વડોદરા ખાતે રીફર કરાયા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી, અને ઘટના અંગે સધન તપાસ હાથ ધરી હતી

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..