Back

નહાર ગામનાં કબડ્ડી રમતનાં ખેલાડીની રાષ્ટ્રીય કક્ષાના "ખેલો ઇન્ડિયા" રમતોત્સવમાં પસંદગી

તાજેતરમાં  "ગૌહાટી (અાસામ)" માં "KHELO INDIA YOUTH GAMES - 2020" અંતર્ગત મેગા સ્પોર્ટસ્ ઇવેન્ટ યોજાવા જઇ રહેલ છે. તેમાં "Under -21" એઇઝ ગૃપની ગુજરાત કબડ્ડી ટીમમાં ભરૂચ જિલ્લાના નહાર ગામનાં સ્ટાર પ્લેયર "અતુલ મોરી" ની પસંદગી થયેલ છે. આખા ભારત માંથી "TOP-8" ટીમોની પસંદગી ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તમીલનાડું, હરિયાણા, તેલાંગણા, આસામ અને ગુજરાતનો સમાવેશ થાય છે.૧૦ જાન્યુઆરી થી શરુ થનાર કબડ્ડી રમતનું લાઇવ પ્રસારણ "STAR SPORTS" ચેનલ ઉપર થનાર છે.

      અતુલ મોરી અત્યાર સુધી "૫ (પાંચ) નેશનલ" અને  "૨ (બે) ખેલો ઇન્ડિયા" રમેલ છે. વર્ષ- 2018 માં દિલ્હી મુકામે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષા ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં તેમણે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. તેમનું આગામી ભવિષ્ય ખૂબ ઉજ્વળ છે.તેઓ આવનાર સમયમાં INDIA માટે રમશે એમાં શંકાને સ્થાન નથી.

    તેમની આ અભૂતપૂર્વ સિધ્ધિ બદલ સ્પોર્ટસ્ પરિવાર નહાર તથા સમસ્ત નહાર ગામ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યુ છે.નહાર ગામે રમત-ગમત ક્ષેત્રે ઘણી સિધ્ધિઓ સર કરી છે. તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં અંડર-૧૪ ખોખો ભાઇઓની ટીમે રાજ્યકક્ષા એ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..