Back

નવયુગ વિદ્યાલય - જંબુસર માં ધોરણ 10 - 12ના વિધાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો.


આ કાર્યક્રમની શરૂઆત પ્રાથૅના ત્યારબાદ મહેમાનો ધ્વારા દિપ પ્રાગટ્ય થયા બાદ ઉપસ્થિત મહેમાનોનું અશોકસ્તંભ ચાર સિંહ ની મુખાકૃતિથી સન્માનિત તથા સ્વાગત કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે આખા વષૅ દરમિયાન થયેલ પ્રવૃત્તિઓ માં નંબર પ્રાપ્ત કરેલ વિધાર્થીઓ ને પ્રમાણ પત્રો અને ટ્રોફી થી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ધોરણ દસ-બાર ના વિધાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોમાં રૂનાડ હાઈસ્કૂલના આદશૅ શિક્ષક શ્રી હરિશભાઈ પઢિયારે કાયૅક્રમના અધ્યક્ષસ્થાને રહી પોતાની આગવી શૈલીમાં પ્રેરણા દાયી માગૅ દશૅન આપ્યું હતું. ત્યારબાદ નવયુગ વિદ્યાલય ના નિવૃત્ત શિક્ષક શ્રી જી. સી પંચાલ સાહેબ પણ પોતાના અનુભવો ધ્વારા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

નવયુગ વિદ્યાલય ના આચાર્ય હિતેન્દૃસિંહ ઠાકોરે વિધાર્થીઓને જે દર વખતે શિક્ષકોને ભેટ આપે છે તેની જગ્યાએ વિધાર્થીઓને જણાવ્યું હતું કે અમને ગુરૂ દક્ષિણ  આપવીજ હોય તો અમે અેક સંકલ્પ પેટી બનાવી છે તેમાં તમને જે યોગ્ય લાગે તેવા સંકલ્પ લખી સંકલ્પ પેટીમાં મુકજો અને આ અમારી ગુરૂ દક્ષિણ છે તેમ સમજીને પાલન કરજો. અને પછી બધા વિધાર્થીઓએ લિધેલા સંકલ્પ - સંકલ્પ પેટીમાં મુક્યા હતા. સાથે આચાયૅએ જણાવ્યું હતું કે અેક બાપ પોતાની દિકરી ને વળાવે અને જે વ્યથા અનુંભવે તેવીજ વ્યથા હું આજે અનુભવી રહ્યો છું કારણ એકસો છપ્પન બાળકોને હુ વિદાય આપી રહ્યો છું પણ અમને આનંદ એ વાતનો છે કે મારા આ બાળકો એ રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે કોઈ જગ્યા એ પાછા પડશે નહીં. 

આ કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી નિલેશભાઈ તિવારી એ સંભાળ્યું હતું. 

શાળાના વિદાય લેતા વિદ્યાર્થીઓઅે પોતાના અભિપ્રાયો આપ્યા હતા.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..