Back

જંબુસર શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય

જંબુસર શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય જંબુસર નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ છે. જેમાં ગટર રસ્તા પીવાનું પાણી અને ઠેર ઠેર ગંદકીના મુખ્ય પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં છે. શહેરીજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાયમી નિરાકરણ આવતું નથી.વિરોધ પક્ષ દ્વારા અનેકવાર ચક્કાજામના કાર્યક્રમો પાલિકાને તાળાબંધી નો કાર્યક્રમ અને જુદા-જુદા કાર્યક્રમો કરવા છતાંય જાહેર જનતાનો પ્રશ્ન ઉભો રે ઉભો રહ્યો છે.શહેરની જે વરસાદી કાસો છે. તે હાલ ગટરના પાણીથી ભરેલી જોવા મળે છે. જેમાં અસંખ્ય મચ્છરોના કારણે બીમારીનો
ભય ફેલાયેલો રહે છે. રોજેરોજ પાલિકામાં કંઈ ફરિયાદો આવે છે પરંતુ પરિણામ શૂન્ય રહે છે.પાલિકા દ્વારા નક્કી કરેલ ડમ્પિંગ સાઇટ ના બદલે જ્યાં ને ત્યાં કચરો નાખી દેવામાં આવે છે જેથી ત્યાંથી પસાર થતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..