Back

પાટીદાર સમાજ ઘ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસો પરત ખેંચવા બાબતે આજરોજ જંબુસર મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

પાટીદાર સમાજના યુવાનો ઘ્વારા તેમના સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં થતા અન્યાયને અનામતની માંગ સાથે વર્ષ 2015 માં સરકારને લેખિત અને મૌખિક રીતે રજૂઆતો કરી હતી. આ રજૂઆતો સંદર્ભે સરકાર ઘ્વારા કોઈ પ્રતિભાવ ન મળતા અનામતની રજૂઆત રાજ્ય ભરમાં આંદોલનના માર્ગે વળી હતી. આ દરમિયાન સરકાર ઘ્વારા આંદોલન દરમિયાન નાના-મોટા ગુનાઓ નોંધી હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના એનોડલનકારીઓ તથા અનેક પાટીદાર યુવાનો પર કેસો દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં હજુ પણ ઘણા નિર્દોષ પાટીદાર યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે જેને લઈ આજરોજ જંબુસર પાટીદાર આંદોલન સમિતિ ઘ્વારા જંબુસર મામલતદાર ને આવેદન પત્ર પાઠવી આંદોલન દરમિયાન થયેલ કેસો પરત ખેંચવાની માંગણી કરી હતી.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..