Back

નન્હી કલીઓએ આમોદના વિવિધ સરકારી વિભાગોની મુલાકાત લીધી

નન્હી કલીઓએ આમોદના વિવિધ સરકારી વિભાગોની મુલાકાત લીધી.
મહિલા દિવસ અંતર્ગત આમોદની 50 જેટલી નન્હી કલીઓએ સરકારી વિભાગોની મુલાકાત લઇ માહિતી પ્રાપ્ત કરી હતી. નંદી ફાઉન્ડેશન દ્વારા નન્હીકલી પ્રોજેક્ટ ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ ખાતે બે વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યો હતો. હાલ નેત્રંગ, વાલિયામાં પણ સફળતાપૂર્વક કાર્યરત છે.સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી બાળાઓને દરરોજ બે કલાક નિશુલ્ક ટ્યુશન આપી અભ્યાસ પાકો કરવામાં આવે છે. બાળાઓ ની આંતરિક શક્તિ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય શારીરિક માનસિક રીતે મજબૂત થાય તે માટે વખતોવખત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ ૧૦ હજાર બાળકીબાળકીઓ ને શૈક્ષણિક મદદ આપવામાં આવે છે. હાલ મહિલા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય આમોદ કન્યા શાળા તથા આમોદ મિશ્ર શાળા ની ધોરણ ૬ અને ૭ માં અભ્યાસ કરતી 50 જેટલી નન્હીકલીઓને સરકારી વિભાગોની મુલાકાત લીધી હતી.જેમાં પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તાલુકા પંચાયતમાં સરકારી વિભાગોમાં કઈ કામગીરી કરવામાં આવે છે. તે અંગે જે તે અધિકારી દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે નહી કર્યો ને પ્રેરણા મળી રહે તે માટે સામાજિક કાર્યકર ધનુબેન રાણા, એસ. એમ.પી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સ્મિતા પવાર સાલેહા મુનશી વિક્રમ મકવાણા વગેરે હાજર રહ્યા હતા

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..