Back

ભરૂચ: જંબુસરમાં PSI અને પોલીસ કોન્સ્ટેબલ નિવૃત થતા વિદાય સભારંભ રાખવામાં આવ્યું હતું.

આજરોજ જંબુસર એસ. ટી. ડેપો પોલીસ ચોકી ખાતે વિદાય સમારંભ રાખવામાં આવ્યું હતું જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI અર્જુનસિંહ પ્રભાસે ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ ભીખાભાઇ સિંધા નિવૃત થતા તેઓનું વિદાય સભારંભ રાખવામાં આવ્યું હતું. PSI અર્જુનસિંહ પ્રભાસે ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ ભીખાભાઇ સિંધાનું ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું. વિદાય સમારંભ પ્રસંગે જંબુસર વિભાગીય પોલીસ વડા એ. જી. ગોહિલ સાહેબ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર રાઠવા સાહેબ તથા બાળીયા સાહેબ સહીત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. 

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..