Back

જંબુસર: કાવીગામમાં મોહર્રમ પર્વની ધૂમધામથી ઉજવણી

જંબુસર: કાવીગામમાં મોહર્રમ પર્વની ધૂમધામથી ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો સાથે હિંદુ મુસ્લીમ ની એકતા જોવા મળી.
કાવીગામમાં તાજીયાનું જુલુસ દર વર્ષે રેલ્વેવારી નગરી માંથી નીકળી ને બજાર થઇ પાછુ બસસ્ટેન્ડ ના ગેટ સુધી કાઢવામાં આવે છે આ વર્ષે વરસાદી મોસમ ને વરસાદ ચાલુ હોવાથી તાજીયા ને વરસાદના કારણે સવારથી જયાં ગણેશજી ની સ્થાપના માટે મંડપ બાંધવામાં આવે છે એ મંડપમાં જ તાજીયાને મુકવામાં આવ્યુ હતુ . જે સોમવારે બપોર પછી શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યુ હતું. તે મંડપમાં આજે તાજીયાની સ્થાપના કરી સવારથી રાતના આઠ વાગ્યા સુધી ઢોલ નગારાના તાલે ઉજવણી કરવામાં આવી હતી
તલવારબાજી સહિત વિવિધ કરતો પણ કર્યા હતા આ પ્રસંગે સરબત તેમજ દુધ કોલ્ડડ્રીંક્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું
સમય સમય બળવાન છે નહી મનુષ્ય બળવાન આ કહેવત ને ઉજાગર કરતી કુદરત ની લીલા માં જે સ્થળે જે મંડપ નીચે ગણેશ મહોત્સવ ઉજવ્યો તે જ પટાંગણ માં વરસાદી માહોલ માં તાજીયાનો તહેવાર ની ઉજવણી કરી હતી. આવા કોમી એકતા ની ધાર્મિક સમન્વય ના હાલાત પેદા થાય, એના કરતા ખુદ મનુષ્યો જ દરેક તહેવારો પ્રેમથી ઉજવવો જોઇએ અંદર કાવી પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..