Back

જંબુસર-સમની રેલવે લાઇનને નેરોગેજથી બ્રોડગેજમાં રૂપાંતર પગલે ૨૧૬ કરોડની જોગવાઈ

જંબુસર નેરોગેજ રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર માટે રૂપિયા ૨૧૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. છેલ્લા ૧૨ વર્ષોથી બંધ હાલતમાં ભરૂચ-જંબુસર નેરોગેજ રેલવે નું બ્રોડગેજમાં પરિવર્તિત આગામી વર્ષોમાં શરુ થતા સમની થી જંબુસર થઇ દેશના વિશાળ રેલ નેટવર્કની સાથે તાલુકો જોડાઈ જંબુસરનો વિકાસ થશે. જિલ્લામાં વર્ષ ૨૦૦૭/૦૮ માં ભારે વરસાદથી પૂરના પગલે ૧૩૦ વર્ષ જૂની ભરૂચ-જંબુસર રેલવે લાઈનના પાટા ઉખડી પડયા હતા. ત્યારથી ભરૂચ-જંબુસર નેરોગેજ રેલ બંધ હાલતમાં છે. જયારે વર્ષ ૨૦૧૪ માં ભરૂચ-દહેજ રેલવે લાઈન બ્રોડગેજ માં તબદીલ થઇ હતી. સરકારના બજેટમાં જંબુસર રેલવે લાઈનની જોગવાઈ કરાતા જંબુસર તાલુકાના અને શહેર વિસ્તારની પ્રજામાં તાલુકાના વિકાસની આસ બંધાઈ છે

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..