Back

જંબુસરના અણખી ગામે પટેલ પરિવાર નો પ્રથમ સ્નેહ મિલન સમારોહ યોજાયો

ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકા ના અણખી ગામે પટેલ પરિવાર ની રચના પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી હોવાના તથા પટેલ પરિવાર દ્વારા આંટોજિત પ્રથમ સ્નેહ મિલન સમારોહ માં પટેલ પરિવાર ના પ્રમુખ,ઉપપ્રમુખ તથા મંત્રી ની વરણી કરી સમાજ ના ૬૫ વર્ષ થી વધુ ઉંમર ના ૮૦ જેટલા વડીલો નું સન્માન યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
જંબુસર તાલુકા ના અણખી ગામે પટેલ પરિવાર ની રચના ગામના પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી હતી.ગતરોજ ના પટેલ પરિવાર નો પ્રથમ સ્નહે મિલન અણખી ગામ સ્થિત ગાંધી આશ્રમ ખાતે યોજાયો હતો.જેમાં સમાજ ના લોકો પરસ્પર મતભેદો ભૂલી ને એકત્ર થયા હતા.પ્રથમ સ્નહે મિલન સમારોહ નો પ્રારંભ સરદાર પટેલ ની પ્રતિમા ને પુષ્પદાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય થી કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ પટેલ પરિવાર ના પ્રમુખ તરીકે ડૉ.સૂર્યકાંત પટેલ,ઉપપ્રમુખ તરીકે કશ્યપ પટેલ તથા મંત્રી તરીકે પરેશ પટેલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.સમારોહ માં સ્વાગત પ્રવચન દ્વારા બકુલ પટેલે સમાજ ના વડીલો તથા સભ્યો એ આવકાર્યા હતા.બાદ માં પટેલ પરિવાર ના ૬૫ થી વધુ ઉમર ના ૮૦ વડીલો નું સમાજ ના યુવાનો ધ્વારા શાલ ઓઢાડી સન્માન કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.કાર્યક્રમ નું સફળ સંચાલન પ્રિન્સીપાલ અરવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.પટેલ સમાજ ના લોકો ને એકતા ના તાંતણે બાંધવા તથા પ્રથમ સ્નેહ મિલન સમારોહ ને સફળ બનાવવા અણખી ગામ ના સમાજ ના યુવા નેતા નીતિન પટેલ અને જનક પટેલ સહીત યુવાનો એ જહેમત ઉઠાવી હતી. 

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..