Back

ઝઘડિયા તાલુકાના સારસા બસ સ્ટેન્ડ નજીક અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતા વાહન ચાલકો સહિત ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે

ભરૂચના ઝઘડિયા તાલુકાના સારસા બસ સ્ટેન્ડ નજીક અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતા વાહન ચાલકો સહિત ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. છાશવારે સર્જાતા અકસ્માતોના પગલે ઉમલ્લા તરફથી રોંગસાઇડે આવતા વાહનો પર નિયંત્રણ મૂકી માર્ગની બન્ને તરફ વસતા સારસા ગામે ગતિ અવરોધક બનાવવા લોકમાંગ ઉઠવા પામી છે...


ભરૂચના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામના બસસ્ટેન્ડ પાસે છાસવારે સર્જાતા અકસ્માતોને પગલે ગ્રામજનો ગ્રામજનો સહિત વાહનચાલકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત હોય તેમ ગતરોજ સવારના કોઇ અજાણ્યો વાહનચાલક સારસા  ગામના જ  મનાભાઇ વસાવા નામના  એક યુવકને અડફેટમાં લઇને ભાગી છુટ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે ગ્રામજનો દોડી આવ્યા હતા.અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને એમ્બ્યુલન્સ માં અવિધા ખાતે સારવાર અર્થે ખસેડયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકને વધુ સારવાર અર્થે અંકલેશ્વર ખાતે લઇ જવાયો હતો.ઘટના ના સ્થળે એકત્ર થયેલા ગ્રામજનોએ અકસ્માત કરી ભાગી છુટેલા વાહનચાલક પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરી હતી અને ગતિ અવરોધકો બનાવવાની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છેકે ઉમલ્લા તરફથી આવતા વાહનો પૈકી ઘણા વાહનો રોંગ સાઇડનો ઉપયોગ કરી દોડતા હોય છે. એમ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી  સારસા બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતાં આ ધોરીમાર્ગની બન્ને તરફ સારસા ગામ વસે છે. વળી શાળાએ જવા પણ બાળકોએ રોડ ઓળંગવો પડે છે. ગ્રામજનોએ પણ  અવારનવાર રોડની એક તરફથી બીજી તરફ જવુ પડે છે.બેફામ દોડતા વાહનો ગ્રામજનોની પરવા કર્યા વિના પુરપાટ દોડતા હોય છે.માર્ગની બન્ને તરફ ગામ વસતુ હોવાથી રોડ પર ગતિ અવરોધકો બનાવવાની જરુર છે. સારસા ગામના બસસ્ટેન્ડ પાસે અકસ્માતોની  પરંપરા ચાલુ રહેતા ગ્રામજનો ચિંતિત બન્યાછે.ખાસ કરીને રોંગ સાઇડે દોડતા વાહનો પ્રત્યે પોલીસ લાલ આંખ કરીને આવા નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પ્રત્યે કડક પગલા ભરે તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે. સ્ટેચ્યુને જોડતા આ મહત્વના ધોરીમાર્ગની કામગીરી હાલ વિલંબમાં પડી છે. ત્યારે ખરાબ રસ્તાની સમસ્યા તો છે જ, તેમાં પડ્યા પર પાટું ની જેમ આ રોંગસાઇડે દોડતા વાહનો સમસ્યામાં વધારો કરી રહ્યાછે.સારસા ગામે બસસ્ટેન્ડ નજીક વારંવાર થતાં અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ સાબિત થયા છે.ત્યારે ગ્રામજનો દ્વારા તાકીદે મુકવા પ્રબળ માંગ ઉઠવા પામી છે...



ઈરફાન ખત્રી 

રાજપારડી

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..