Back

ગણતરી ના કલાકો માં જ આરોપી ને ઝડપી પાડતી ઝઘડિયા પોલીસ

ઝઘડિયા ના માલજીપુરા ગામે લગ્નમાં નાચવા બાબતે થયેલી યુવક ની હત્યા માં હત્યારો યુવક ઝડપાયો 


માલજીપુરા ગામે બનેલ હત્યાંના ફરાર આરોપીને ગણતરી ના જ કલાકો માં ઝડપી પાડતી ઝઘડિયા પોલીસ 


ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે લગ્નમાં નાચવા બાબતે થયેલ મારામારીમાં બચાવવા વચ્ચે પડેલા યુવક ને  છાતીમાં ચપ્પુ ના ઘા ઝીકી મોત ને ઘાટ ઉતારી  ફરાર યુવક ને  ઝઘડિયા પોલીસે ગણતરી ના કલાકો માં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ,



પોલીસ સૂત્રીય માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે લગ્ન પ્રસંગ માં  ભદ્રેશ વસાવાને નાચવા બાબતે કુંજન વસાવા સાથે ઝઘડો થયો હતો   આ ઝઘડામાં ભદ્રેશને બચાવવા વચ્ચે પડેલા રાકેશ ઠાકોર વસાવા ને કુંજન વસાવા એ  બીજા દિવસે તેના ઘરે આવી છાતીમાં ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયો હતો ગંભીર રીતે ઘાયલ રાકેશ વસાવા ને  સારવાર મળે તે પહેલા કરૂણ મોત નીપજ્યું હતું આ બનાવ અંગે ઝઘડિયા પોલીસે  કુંજન વસાવા વિરુધ્ધ હત્યા નો ગુનો નોંધી  ઝડપી પાડવાની કવાયત હાથ ધરતા ઝઘડિયા પોલીસે બાતમી ના આધારે ગણતરી ના કલાકો માં કુંજન વસાવા ને માલજીપુરા ગામ  ખાતે થી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે 

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..