Back

ધૂળેટીના રંગ બનાવવામાં કામ આવતો કેસૂડો છે એક અમુલ્ય ઔષધિ, અસંખ્ય રોગોનો કરી શકાઈ છે નિકાલ જાણો ઝઘડિયા તાલુકાના ..........

ઝગડીયા ના ઉમલ્લા પાસે જ જૂજ રહી ગયેલ રંગ નો રાજા કેસુડો.વિલુપ્તી ની કગાર પર.... ફુલગુલાબી ઠંડી ની મોસમ પુરી થતાં જ રંગો ના તહેવાર હોળી ના વધામણાં લઇ ને હોળી નજીક આવતા ની સાથે જ વનરાય ફુલો ના મહારાજા કેસૂડા એ સોળે કળાએ ખીલી ઉઠે છે.. 


નર્મદા સહિત ના  જંગલોમાં તેમજ સમગ્ર સાતપૂડા ની હારમાળા પાસે ના જંગલોમાં આકર્ષણ જમાવ્યું છે ,ત્યારે  શિયાળાની વિદાય બાદ પાનખર ની શરૂઆત સાથે વસંત ઋતુમાં ખાખરે કેસૂડો મોર્યો હોય જેના લીધે પાનખર માં પણ પ્રકુ્તી નો નિખાર તરી આવે છે ત્યારે જંગલોમાં પણ મનમોહક માધુર્ય રેલાઈ એ સ્વાભાવિક છે.


 આજના ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિ ઓ અને કેમિકલ ના યુગમાં કુદરતી વનસ્પતિઓ ના રંગોથી ભલે ધૂળેટી રમતુ નહીં હોય પરંતુ હોળી ધૂળેટી માં કેસૂડો અવશ્ય યાદ આવ્યા વગર રહે નહીં.!

વાસ્તવમાં કેસૂડા ના ફુલો અને કસુંબલ રંગ થી હોળી ધૂળેટી રમવા પાછળ નો સ્વસ્થ આરોગ્ય પ્રદ હેતુ રહેલો છે, ફાગણ મહિના ના આગમન ટાંણે કેસૂડાના ફૂલ ખીલતા હોય છે. ઉનાળા ના ચાર મહિના ની ગરમી થી રક્ષણ માટે કેસૂડો ખુબ જ ઉપયોગી છે, કેસૂડાં ના ફૂલને સૂકવીને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ તેનો પાવડર બનાવી પાણી સાથે ભેળવીને ત્વચા પર છાંટવાથી ત્વચાનુ આરોગ્ય બળબળતા તાપમાં પણ જળવાઇ રહે તેવા કેસૂડાં માં ઔષધીય ગુણો રહેલા છે અને ઉનાળા દરમ્યાન થતા ચામડીના રોગોને માનવ શરીર થી દૂર રાખવા માં ખુબ ઉપયોગી નીવડે છે.

હાલ કેમિકલ રંગોના મોહમાં કેસૂડાની જગ્યા એ કેમિકલ રંગો ના લીધે આરોગ્ય સુધારવા ની વાત બાજુ પર રહી પરંતુ બગડે છે વધારે ,તે વાત આપણે ભૂલી રહ્યા છીએ.

આપણા વડવાઓ જે તે સમયે જંગલોમાં થતી દરેક વનસ્પતિઓ ના માનવ શરીર માટે ઔષધીય ગુણો ધરાવતી હોય અને પહેલા ના સમયે એનો ભરપૂર ઉપયોગ કરી ને તંદુરસ્ત જીવન જીવવા માટે ઔષધ તરીકે ઉપયોગી બની રહે છે આમ માત્ર ધૂળેટી રમવા પૂરતુ સિમિત નથી પરંતુ કેસૂડો એક અમૂલ્ય ઔષધિ તરીકે અને અસંખ્ય રોગોને શરીરથી દૂર રાખી તંદુરસ્ત કાયા રાખવામાં મહત્વ પૂર્ણ છે , જેનો વસંત ઋતુમાં ખાખરે ખીલેલો કેસૂડો ઉદાહરણ રુપ છે.

પરંતુ વિકસીત થઈ રહેલ યુગ માં રોડ રસ્તા અને મોટા પ્રમાણ માં હાઇવે રેલમાર્ગ બનવાથી વૃક્ષો નું નિકંદન થઈ રહેલું છે જેમાં અમૂલ્ય ગણાતા વૃક્ષો ની પ્રજાતિ પર ખતરો મંડરાઈ રહ્યો છે જેમાં સરકાર તો જંગલો ને બચાવાના દાવા તો કરી રહી છે પરંતુ એ દાવા પોકળ સાબિત થયી રહ્યા હોઈ તેમ લાગી રહ્યું છે... 


ઝગડિયા ના ઉમલ્લા થી લયી ને રાજપીપળા સુધી ના ધોરીમાર્ગ માં અસંખ્ય એવા વૃક્ષો કાંપી નાખવાથી જેમાં કેસુડાના અનેક વૃક્ષ કાંપી નાખ્યા હતા રસ્તા પર ચલતા જોતા જ  રસ્તા ની ચારે તરફ કેસરી રંગ થી હાઇવે અદભુત કેસરિયો લાગતો હતો ...  પરંતુ આજની સ્થિતિ માં   આ ફોરલેન હાયવે વિરાન થઈ ગયેલ સ્થિતિ આવી ગયેલ છે... .

 

  હજારો ની સંખ્યા માં વૃક્ષો કપાઈ રહ્યા છે જેની સામે જૂજ વૃક્ષો જ ઉછેરવા માં આવી રહ્યા છે જેની કારણે ગ્લોબલ વોર્મિંગ નું પ્રમાણ પણ વધી રહ્યું છે જંગલ નષ્ટ થઈ રહ્યા છે 


જો સરકાર આ દિશા માં કોઈ કડક પગલાં લઈ ને હાઇવે ની નવા  બાજુ માં વૃક્ષો નઈ ઉછેરે તો આવનાર સમયમાં અનેક વૃક્ષો ની પ્રજાતિ વિલુપ્ત થઈ જશે.....તેમ લાગી રહ્યું છે. .ઈરફાન ખત્રી 

રાજપારડી

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..