Back

રાજપારડી પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર પોલીસે રોંગ સાઇડ દોડતા વાહન ચાલકોને પોતાના ટ્રેક પર દોડવા માર્ગદર્શન આપ્યું

રાજપારડી પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર પોલીસે રોંગ સાઇડ દોડતા વાહન ચાલકોને પોતાના ટ્રેક પર દોડવા માર્ગદર્શન આપ્યું 


રાજપારડી પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર વાહનો રોંગ સાઇડે દોડતા વારંવાર અકસ્માતોને પગલે પોલીસની કામગીરી 


રાજપારડી પોલીસે રોંગ સાઇડ દોડતા વાહન ચાલકોને પોતાના ટ્રેક પર ચાલવા સમજણ આપી 


ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરના મધ્યમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ પસાર થાયછે આ માર્ગ નર્મદા જીલ્લાના તવડીથી ભરૂચ જીલ્લાના મુલદ સુધી ભારે બિસ્માર બનતા વાહન ચાલકો ઉમલ્લા તરફથી ઝઘડીયા તરફ જવા રોંગ સાઇડે વાહનો હંકારતા હોઇ વારંવાર નાના મોટા અકસ્માતોના બનાવો પામતા કેટલાક વાહન ચાલકોને સામાન્ય તેમજ ગંભીર ઇજાઓ પહોચવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયોછે રોંગ સાઇડે દોડતા વાહનોથી વારંવાર અકસ્માતોના બનાવો વધતા રાજપારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.જે.બી.જાદવના ધ્યાને પડતા પી.એસ.આઇ.ટ્રાફિક પોલીસના જવાનો,ટ્રાફિક બ્રિગેડના જવાનો,તેમજ પોલીસના જવાનોને માધવપુરા ફાટક પાસે ઉભા રેહવાની સુચનાઓ આપી હતી અને રોંગ સાઇડ દોડતા વાહન ચાલકને ટ્રાફિકના નિયમોની માહિતિ આપી જાગૃત કરવા જણાવ્યું હતુ  પી.એસ.આઇ.ની.સુચના બાદ પોલીસે માધવપુરા ફાટકથી ઝઘડીયા તરફ જવા રોંગ સાઇડ જતા વાહન ચાલકોને પોતાની ટ્રેક પર એટલે પોતાની સાઇડે ચાલવા માર્ગદર્શન આપ્યુ હતુ અને વાહન ચાલકોને અકસ્માતોથી બચવા વિસ્તારમાં સમજણ આપી હતી અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કર્યા હતા ઝઘડીયા તાલુકાના રાજપારડી સારસાની આસપાસ વધારે પડતા અકસ્માતો રોંગ સાઇડે દોડતા વાહનોથી થતા હોઇ રાજપારડી પોલીસે કરેલ કામગીરીને વાહન ચાલકો સહિત ગ્રામજનોએ બિરદાવી હતી જોકે રાજપારડી પોલીસે કરેલ કામગીરીની કેટલાક પોલીસ મથકો કરશે તેવુ જોવુ રહ્યુ



ઈરફાન ખત્રી 

રાજપારડી 


ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..