Back

રાજપારડી ગામમાં એક અજાણ્યા વાહનની અડફેટમાં વિજળીના તારો આવીજતા તારો સહિત વિજળીના પાંચ જેટલા થાંભલાઓનો પડી જતા...

ઝઘડીયાના રાજપારડીમાં વિજળીના તારોને વાહને અડફેટમાં લીધા 


પાંચ વિજળીના થાંભલા સાથે વિજળીના તારો ધરાસાયી થતા વિજળી વિભાગને નુકશાન 



ઝઘડીયા તાલુકામાં આવેલા રાજપારડી ગામમાં એક અજાણ્યા વાહનની અડફેટમાં વિજળીના તારો આવીજતા તારો સહિત વિજળીના પાંચ જેટલા થાંભલાઓનો કચ્ચરઘાણ નિકળી ગયોછે બનાવમાં વગર લેવેદેવે વિજળી કંપનીના ગ્રાહકોને વિજળી વગર રેહવાનો વારો આવ્યો હતો બનાવ અંગે રાજપારડી વિજળી વિભાગમાંથી પ્રાપ્‍ત વિગતો મુજબ નેત્રંગ ગામ તરફ જતા રાજપારડી ગામ પાસે વિજળી કંપનીના વિજળીના તારો વિજળીના થાંભલાઓ પર ગોઠવીને ગ્રાહકોને વિજળી પુરી પાડવામાં આવેછે નેત્રંગ તરફ જતા રસ્તા પર કોઇ અજાણ્યા વાહનના ડ્રાઇવરે માર્ગ ક્રોસ કરતા ભારે દબાણ વારા તેમજ હલકા દબાણ વારા વાયરોને અથાડી દેતા વાયરો સાથે જોડાયેલા કુલ પાંચ વિજળીના થાંભલાઓ તુટી ગયા હતા બનાવના પગલે ગામમાં ટુંક સમય માટે વિજળી ડુલ થવા પામી હતી જોકે વિજળી વિભાગને ઘટના અંગેની જાણ થતા ટીમો સાથે અધિકારીઓ ઘટના વારા સ્થળે તુરંત દોડી આવ્યા હતા અને તુટેલા વાયરોનુ રિપેરિંગ કામકાજ શરૂ કર્યુ હતુ ટુંકા સમયમાંજ વિજળી કંપનીના અધિકારીઓ કર્મચારીઓએ મહેનત કરતા નગરજનોને વિજળીનો પ્રવાહ રાબેતા મુજબનો મળ્યો હતો વિજળીના તારો તેમજ વિજળીના થાંભલાઓને અડફેટમાં લેનારો અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરીને ફરાર થયો હતો ત્યારે રાજપારડી વિજ વિભાગ દ્વારા ફરાર થયેલા અજાણ્યા વાહનના ચાલક સામે પોલીસમાં લેખીત અરજી આપવાની કામગીરી કરવામાં આવશે તેમ જાણવા મળ્યુછે



રિપોર્ટ : ઈરફાન ખત્રી 

રાજપારડી / ઝઘડિયા 

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..