Back

ઉમલ્લાથી ઝઘડીયા સુધીનો સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો માર્ગ બિસ્માર હોઇ ધુળીયો માહોલ

રાજપારડી ચારરસ્તા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગ પર ઉડતા ડસ્ટથી રાત્રે ઝીરો વિઝીબલીટીનો માહોલ 



ચાર રસ્તાની આસપાસના દુકાનદારો ઉડતા ડસ્ટથી ત્રાહિમામ પોકારી ગયા 



વહિવટી તંત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનુ સમારકામ કરે તેવી લોકમાંગ 



ઉમલ્લાથી ઝઘડીયા સુધીનો સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો માર્ગ બિસ્માર હોઇ ધુળીયો માહોલ 






ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરની મધ્યમાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ફોરલેન માર્ગ બિસ્માર બનતા વાહનોની અવરજવરના પગલે રાત્રિના સમયે ઝીરો વિઝીબલીટી જેવો માહોલ સર્જાવા પામેછે જેના કારણે કોઇ મોટો અકસ્માત થવાની શકયતાઓ સેવાઇ રહીછે વળી ભારદ્વારી વાહનોની સતત અવરજવરના પગલે રાત-દિવસ વારંવાર ડસ્ટ ઉડતો હોવાથી રીતસર ધુમ્મસ ફેલાયુ તેવો માહોલ ઉભો થાયછે જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યોછે વળી રાજપારડી નગરના ચાર રસ્તા નજીકના દુકાનદરો પણ ડસ્ટ ઉડવાની સમસ્યાથી ત્રસ્ત બન્યાછે  દિવસ રાત ભારે માત્રામાં ડસ્ટ ઉડવાથી ડસ્ટના જીણા રજકણો  દુકાનદારોના માલ ઉપર ચોંટી જતા દુકાનદારોના માલની ચમક ફીકી પડી જાયછે જેના કારણે વેપારીઓને પણ નુકશાન વેઠવાનો વારો આવેછે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા પ્રવાસીઓ વધુ સંખ્યામાં આવે તે માટે તંત્ર દ્વારા ફોરલેન માર્ગ બનાવાયોછે પરંતુ ચાલુ સાલે વરસાદમાં માર્ગ ઠેરઠેર ધોવાય જતા ગાબડાઓ પડયાછે ગાબડાઓમાંથી માર્ગમાં વપરાતુ મટીરિયલ્સ છુટુ પડી જતા ઠેરઠેર ડસ્ટ ઉડવા માંડ્યોછે તંત્ર તાકીદે માર્ગને દુરસ્ત કરે તો સ્થાનિક દુકાનદારો તેમજ વાહન ચાલકોને ડસ્ટની સમસ્યાથી છુટકારો મળે તેમછે 



રિપોર્ટર :ઈરફાન ખત્રી 

રાજપારડી / ઝઘડિયા 

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..