Back

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

ભરૂચ જિલ્લા કક્ષા ના 73 માં

સ્વાતંત્ર્યદિન ની ઉજવણી ઝઘડિયા તાલુકા મથક ખાતે કરવામાં આવી.

 


ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.


ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયુ.


આ પ્રસંગે ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા તેમજ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા 

અધ્યક્ષશ્રી એ દેસની આઝાદી માટે પોતાનુ લોહી રેડનારા સપુતોને યાદ કર્યા હતા.સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી પ્રસંગે જણાવ્યુ કે સરકારે  જનતાની સુરક્ષા અને સલામતી માટે કડક કાયદાઓ બનાવ્યા છે.યુવ‍ાનો ને નશાખોરી થી બચાવવા અસરકારક પગલા ભરાયા છે.ઉપરાંત અા પ્રસંગે જિલ્લાના વિવિધ જાહેર ક‍ામોના લોકાર્પણ સંપન્ન થયા.ખેડૂતોને ખેતી માટે જરુરી એવા વીજ કનેક્શનો મોટા પ્રમાણમાં અપાયા ઝઘડિયા તાલુકા ના  વિકાસ માટે 25 લાખ ના ચેક અર્પણ કરાયો .૩૭૦ ની કલમ વિષે વાત કરતા અધ્યક્ષ શ્રીએ જણાવ્યું કે કલમ ૩૭૦ રદ થતા આજે સહુ કોઇ દેસવાસી નું માથું ગર્વથી ઉંચુ થયુ છે.ઉપરાંત કાશ્મીર થી કન્યાકુમારી સુધીના અખંડ ભારત નું કાશ્મીર અખંડ ભારતના મુગટ તરીકે શોભી રહ્યુ છે.





રિપોર્ટર : ઈરફાન ખત્રી  ઝઘડિયા

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..