Back

મોહરમ નિમિત્તે મોહદ્દીસે આઝમ મિશન રાજપારડી તરફથી ઝઘડિયા સેવા રૂલર ખાતે 150 દર્દી ઓ અને રાજપારડી મા 30 કીટ થઈ 180 ફ્રૂટ કીટ વિતરણ કરવા મા આવી

મોહરમ નિમિત્તે મોહદ્દીસે આઝમ મિશન રાજપારડી તરફથી ઝઘડિયા સેવા રૂલર ખાતે 150 દર્દી ઓ અને રાજપારડી મા 30 કીટ થઈ 180 ફ્રૂટ કીટ વિતરણ કરવા મા આવી 




ઝઘડિયા,રાજપારડી સહીત ટોટલ 180 ફ્રૂટ કીટ નુ મોહદ્દીસે આઝમ મિશન રાજપારડી દ્વારા વિતરણ કરવામાં આવ્યું 






ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકા મા રાજપારડી મા મોહરમ નિમિત્તે મોહદ્દીસે આઝમ મિશન રાજપારડી તરફથી ઝઘડિયા સેવા રૂલર ખાતે દર્દી ઓ ને ફ્રૂટ વિતરણ કરવા મા આવ્યું  



રાજપારડી  : ઈરફાન ખત્રી 



આજે મોહોરમ મહિનાની 10 મી તારીખ ઇસ્લામિક વર્ષ માં મહત્વ નું સ્થાન ધરાવે છે જેને અશુરા ના દિવસ તરીકે પણ ઓળખાય છે


આજના દિવસે ઇમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓ યઝીદના લાખોના લશ્કર સામે સત્ય માટે અને અત્યાચાર વિરુદ્ધ ની લડાઈ માં શહિદ થયા હતા આ દિવસે ગરીબો ને દાન કરવું , જમાડવું, જરૂરતમંદ ને મદદ કરવી જેવી સેવાભાવી કર્યો નું ઘણું મહત્વ છે


દર વર્ષ ની જેમ આજરોજ રાજપારડી  ખાતે મુસ્લિમ સંસ્થા મોહદ્દીશે આઝમ મિશન દ્વારા ઝઘડિયા ખાતે સેવા રૂલર હોસ્પિટલ ખાતે 150 દર્દી અને રાજપારડીમા પણ જરૂરિયાત મંડો ને ફ્રૂટ વિતરણ કરાયું આ  રીતે મોહોરમ ના આશુરાના દિવસ ની ઉજવણી કરાઈ હતી કાર્યક્રમ માં મોહદ્દીશે આઝમ મિશન રાજપારડી ના પ્રમુખ રસીદ ભાઈ શેખ,તૌસીફ બાપુ, સિરાજ મલેક ,ફારૂક પટેલ, અખ્લાક ભાઈ ,જુબેર પટેલ, ઇસ્માઇલભાઈ પટેલ મોહસીન શેખ,રીદવાન ખત્રી, અબ્દુલ રહીમ, વસીમ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા


આ બાબતે રાજપારડી જુમ્મા મસ્જિદ ના ઇમામ સૈયદ તૌસીફ બાપુ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આજનો દિવસ ખૂબ મહત્વ ધરાવે છે ઉપરાંત મોહદ્દીસે આઝમ મિશનના મુખ્ય સંચાલક સૈયદ હસન અશકરી મિયાં દ્વારા ભારત સહિત વિદેશની તમામ મિશનને  આદેશ આપ્યો છે કે આજનો સત્ય અને બલિદાન નો દિવસ ગરીબો ની સેવા થકી ઉજવો જે સંદર્ભે આજે મોહદ્દીસે આઝમ મિશન રાજપારડી દ્વારા ઝઘડિયા ખાતે સેવા રૂરલ હોસ્પિટલ ખાતે 150 દર્દી ઓ અને રાજપારડી મા જરૂરિયાત મંડોને  ફ્રૂટ વિતરણ કરી આજનો દિવસ ઉજવ્યો છે અને આવા સેવાભાવી કાર્ય બદલ આનંદ ની લાગણી અનુભવીએ છે.

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..