Back

નેત્રંગ : સખી મંડળ દ્વારા દસ દિવસીય ફાસ્ટ ફૂડ ની ટ્રેનિંગ નું આયોજન.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ માં સખી મંડળ દ્વારા ગામની બેહેનો ને ફાસ્ટ ફૂડ ની ટ્રેનિંગ આપવાનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનિંગ માં બહેનો ને બજારો માં મળતી ચટાકેદાર વાનગીઓ આપણે ઘરે કઈ રીતે સ્વાદિષ્ટ અને સારી બનાવી શકીએ એની એના થી સ્વરોજગરી કઇ રીતે મેળવી શકયે એ હેતુ થી આ તાલીમ આપવામાં આવી રહી છે.

સરકાર શ્રી ની મિશન મંગલમ યોજના હેઠળ બેંક ઓફ બરોડા દ્વારા આ દસદિવસિય ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનીંગ ગ્રામ પંચાયત ના સંસ્કૃતિ ભવનમાં તા.૦૬/૦૧/૨૦૨૦ ના રોજ શરૂ કરવામાં આવી. અને ૧૭/૦૧/૨૦૨૦ ના રોજ આ ટ્રેનિંગ પૂર્ણ થશે. આ ટ્રેનીંગ નો  ૩૦ જેટલી નેત્રંગ ની બહેનો લાભ મેળવે છે. આવના દિવસો માં આ ૩૦ જેટલી બહેનો આ ફાસ્ટ ફૂડ બનાવી સ્વારોજગરી મેળવી શકશે.  આ ફાસ્ટ ફુડ ની દસદિવસિય ટ્રેનિંગ વાલિયા ના રીટાબેન વિજયસિંહ બોરાદ્રા દ્વારા ખૂબ સુંદર અનેં સારી રીતે દરેક બેહેનો ને પ્રેક્ટિકલ કરાવી શીખવાડવામાં આવે છે. આ ટ્રેનિંગ ની મુલાકાતે ગ્રામ પંચાયત માં સભ્ય ઇન્દુબેન  સોરટીયા પણ આ ફાસ્ટ ફુડ ની ટ્રેનિંગ ની મુલાકાત લીધી હતી. આ ફાસ્ટ ફૂડની ટ્રેનિંગ થી નેત્રંગ ગામ ની બહેનો માં ભાત ભાત ની વાનગીઓ શીખવાનો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..