Back

નેત્રંગ : સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે ભારતમાતા ની મહાઆરતી નો ભવ્ય કાર્યક્રમ ને લઈને ચાલતી તડામાર તૈયારીઓ.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે નેત્રંગ ગામમાં ભારતમાતાની મહાઆરતી નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેને લઈને સ્વામી વિવેકાનંદ યુવા સેવા સમિતિ દ્વારા તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાત સ્વામી વિવેકાનંદ યુવા સેવા સમિતિ દ્વારા આયોજીત સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત સમિતિનો ઉદેશ્ય લોકો જાગરણ ,લોક શિક્ષણ, સંસ્કૃતિ માટે વિશ્વવિખ્યાત સમૃધ્ધ ચિત્ર કળાના ધની પૂજ્ય બાબા સત્યનારાયણ મોર્યા દ્ધારા પ્રસ્તુત માં ભરતીનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

જે નેત્રંગ ગામમાં તારીખ ૧૨મી જાન્યુઆરી ૨૦૨૦ ને રવિવાર ના રોજ લાલ મંટોડી ડેડીયાપડા રોડ નેત્રંગ ખાતે આવેલ આનંદા પ્રેટોલ પંપ ની પાછળ ના પાર્ટી પ્લોટ ખાતે રાત્રી ના ૮ કલાકે ભારતમાતા ની મહાઆરતી થશે.જેને લઈને સીતારામ પરિવાર નેત્રંગ, વેપારી મંડળ નેત્રંગ, તેમજ સ્વામી વિવેકાનંદ યુવા સમિતિ ના તમામ કાર્યકરો દ્વારા તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ ભવ્ય કાર્યક્રમ માં મહુવા ભાવનગર ના શ્રીરામ કથાકાર શ્રી ભગતબાપુ,વિવેકાનંદ સમિતિ ના માર્ગ દર્શક શ્રી મહેપાલજી ઠાકુર તેમજ નેત્રંગ પંથકના તમામ સંપ્રદાયના સાધુ,સંતો , રાજ્યના વનમંત્રી ગણપતભાઈ વસાવા, ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા, વડોદરા વિભાગ સંઘ ચાલકજી તેમજ રાષ્ટ્રીય લઘુઉદ્યોગ ભરતી ના અધ્યક્ષશ્રી બળદેવ ભાઈ પ્રજાપતિ સહિત દક્ષિણ ગુજરાતના તમામ કાર્યકરો હાજર રહેશે.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..