Back

નેત્રંગ : આદર્શ નિવાસી શાળા ખાતે ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર, નેત્રંગ તાલુકો

પટેલ બ્રિજેશકુમાર બી.

૭૪૯૦૯ ૫૩૯૦૯ 


નેત્રંગ ગામમાં આવેલ સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે ૨૯ મી ફેબ્રુઆરીના રોજ ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકો તેમજ વાલીઓ જોડાયા હતા.


મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી ભરૂચ તેમજ આદર્શ નિવાસી શાળા નેત્રંગ ના સંયુક્ત ઉપક્રમે ચતુર્વિધ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં વાલી સંમેલન, સમજસુરક્ષા શિબિર, વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મદદનીશ કમિશનર ભરૂચ એ આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી યોજનાઓના વિસ્તૃત  અહેવાલ આપી તેનો લાભ લેવા જણાવ્યું હતું.


આ પ્રસંગે તાલુકા પંચાયત નેત્રંગ ના પ્રમુખ  ગીતાબેન વસાવા તેમજ કારોબારી અધ્યક્ષ મગનભાઈ વસાવા મળી ને શાળા ના બાળકોને ૪૧૦૦/- રૂપિયા ની ધનરાશી ભેટ આપી હતી.


જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવાએ વિધાર્થીઓ ને શિસ્ત સંયમ અને સારા સંસ્કારો મળે તે રીતે વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મળી જવાબદારી સ્વિકારશો તો જ શિક્ષકો પોતાનું કામ સફળતા પૂર્વક કરી શકશે . સાથે સમગ્ર શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.


નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..