Back

નેત્રંગ : કોરોના વાયરસના બે દર્દીની ખોટી અફવાના મેસેજ થી ગામવાસીઓમાં ફફડાટ.

રિપોર્ટર, નેત્રંગ તાલુકો

પટેલ બ્રિજેશકુમાર બી.

૭૪૯૦૯ ૫૩૯૦૯ 


હિન્દી ન્યુઝ ચેનલનો લોગો વાપરીને "भरूच जिलेके नेत्रंग गावमें कोरोना वायरस के २ मरीज पाए गए।" નો ખોટો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો કરાયો હતો.


પત્રકાર એક્તા સંગઠન દ્વારા ખોટો મેસેજ વાયરલ કરનાર ની સામે કાયદેસર ના પગલાં ભરવા માટે જિલ્લા કલેક્ટર ને રાવ નાખી.


નેત્રંગ માં કોરના વાયરસ ના બે દર્દીની ખોટી અફવા ના મેસેજ સોશિયલ મીડિયા માં એક હિન્દી ન્યૂઝ ચેનલનો લોગો વાપરી મેસેજ ફરતો થતા નેત્રંગ ગામ સહિત ગામભરમાં ભયનો માહોલ ની સાથે લોકોના ફોન પર આ બાબત ની જાણકરી મેળવવા માટે ફોનોની રીંગો વાગતા લોકો જવાબો આપી-આપી ને તોબા પોકારી ઉઠીયા હતા.


તો બીજી તરફ અફવા ના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર વ્યક્તિએ પ્રજામાં ભયનો માહોલ ઉભો કર્યો છે. તેવા વ્યક્તિને તાત્કાલિક અસર થી ધડપકર કરીને સખત માં સખત સજા કરવામાં આવે તેવી નેત્રંગ તાલુકા પત્રકાર એક્તા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર ને રાવ નાખવામાં આવી છે.


કોરોના ના વધતા પ્રભાવને લીધે રાજ્ય સરકાર દ્વારા ૧૬મી માર્ચ થી ૩૧માર્ચ ૨૦૨૦ દરમિયાન શાળા,કોલેજો,મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ વાયરસ ને લઈને દેશભરમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે આવા સંજોગમાં  કેટલાક તત્વો પ્રજામાં જાણી જોઈને ભયનો માહોલ ખોટી ખોટી અફવા ઓ ફેલાવી ને પોતાની મઝામાણે છે.બીજી તરફ ખોટી અફવાઓથી શું અસર થાય છે. તે અફવા ફેલાવાળાઓ  નથી જણાતા.


કોરોના વધતા પ્રજાને લઈને રાજ્ય સરકારે તાત્કાલિક અસર થી પગલા ભરતા સાવચેતી રાખી છે. તેવા સંજોગોમાં નેત્રંગ ગામમાં મોબાઈલ ધરાવતા મોબાઈલ ધારકોના મોબાઈલ ફોન પર ૧૩મી માર્ચના રોજ એક હિન્દી ન્યુઝ ચેનલ નો લોગો વાપરીને કોરોના બાબતે પ્રજામાં ભય ફેલાવા માટે ખોટા મેસેજ  ફરતો કરેલ હતો.જેમાં લખેલ હતું કે "भरूच जिलेके नेत्रंग गावमें कोरोना वायरस के २ मरीज पाए गए।" નો ખોટો મેસેજ ફરતો કર્યો હતો.


જેને લઈને ગામભરમાં ચકચાર મચી જવા પામી હતી.બીજી તરફ ગામ સહિત ગામભરના લોકો પર બહાર ગામથી સગા-સબંધીઓના આ બાબતે સતત ફોન આવતા ખોટા મેસેજ બાબતે જવાબો આપી આપી ને પ્રજા કંટાળી ગઈ હતી.


ખોટા મેસેજ ને લઈને નેત્રંગ તાલુકા પત્રકાર એક્તા સંગઠન ના પ્રમુખ પ્રદીપભાઈ ગુજ્જર દ્વારા બ્લોલ હેલ્થ ઓફિસર એ. એન.સીંગ તેમજ નેત્રંગ ની રેફરલ હોસ્પિટલ ના ડૉ.વિજયભાઈ બાવીસકર સાથે આ બાબતે પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ પ્રકાર નો કોઈપણ કેસ નથી ખોટી અફવા ફેલાવામાં આવી છે. જેને લઈને પત્રકાર એક્તા સંગઠન ના નેત્રંગ તાલુકાના પ્રમુખ પ્રફીપભાઈ ગુજ્જર તેમજ પત્રકાર એક્તા સંગઠન નેત્રંગ તાલુકા મહામંત્રી બ્રિજેશકુમાર પટેલ દ્વારા તાત્કાલિક સોશિયલ મીડિયા પર ફેલાવામાં આવેલ કોરોના વાયરસના મેસેજ નું ખદન કરીને લોકોને ભયમુક્ત રહેવા તેમજ ખોટા મેસેજ અન્ય નહીં મોકલવા વિનંતી કરી હતી.


જિલ્લા કલેક્ટરશ્રી ને પણ મોરોના વાયરસ બાબત ના પગલે મેસેજ ફરતા કરનાર વ્યક્તિ સામે પ્રજામાં ભય પેદા કરનાર સામે કેસ કરી ને તાત્કાલિક ધડપકર કરીને સખત માં સખત સજા કરવાની માંગ મુકવામાં આવી.



નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..